Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > World Cup 2023 : આ ભારતીય બૉલરની સ્કવૉડમાં સરપ્રાઇઝ એન્ટ્રી, હરીફ ટીમના બોલાવશે ભુક્કાં

World Cup 2023 : આ ભારતીય બૉલરની સ્કવૉડમાં સરપ્રાઇઝ એન્ટ્રી, હરીફ ટીમના બોલાવશે ભુક્કાં

29 September, 2023 10:15 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

World Cup 2023ની ભારતીય પ્લેયિંગ ૧૧માં BCCIએ કર્યો આ મોટો બદલાવ

રવિચન્દ્રન અશ્ચિન (તસવીર : એ.એફ.પી.)

ICC World Cup 2023

રવિચન્દ્રન અશ્ચિન (તસવીર : એ.એફ.પી.)


ભારત (India)માં આઇસીસી વર્લ્ડ કપ ૨૦૨૩ (ICC World Cup 2023) શરૂ થવામાં હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગઈકાલે મોડી સાંજે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ – બીસીસીઆઇ (The Board of Control for Cricket in India - BCCI) દ્વારા ભારતીય ટીમ (Indian Cricket Team)ની જાહેરાત કરવામાં અવી છે. જેમાં એક ખેલાડીની સરપ્રાઇઝ એન્ટ્રી થઈ છે. જોકે, આ સરપ્રાઇઝથી ભારથિય ક્રિકેટ ફેન્સ ખુબ જ ખુશ છે. આ એન્ટ્રી બીજા કોઈની નહીં પણ અનુભવી ઓફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન (Ravichandran Ashwin)ની છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ - આઇસીસી (International Cricket Council – ICC) સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર આની પુષ્ટિ કરી. આર અશ્વિને ટીમમાં અક્ષર પટેલ (Axar Patel)ની જગ્યા લીધી છે.


તાજેતરમાં યોજાયેલા એશિયા કપ (Asia Cup 2023) દરમિયાન ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ ઈજાનો શિકાર બન્યો હતો, જેના કારણે આર અશ્વિનને ઓસ્ટ્રેલિયા (Australia) સામેની વનડે શ્રેણીમાં તક મળી હતી, જેમાં અનુભવી ઓફ સ્પિનર અશ્ચિનનું પર્ફોમન્સ સારું હતું. આ સિરીઝ બાદ હવે અશ્વિનને વર્લ્ડ કપની ટીમમાં જગ્યા મળી ગઈ છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી પહેલા અશ્વિને તેની છેલ્લી વનડે જાન્યુઆરી ૨૦૨૨માં રમી હતી. તે દોઢ વર્ષ પછી એક દિવસિય આંતરાષ્ટ્રીય (ODI)માં પાછો ફર્યો અને ઓસ્ટ્રેલિયાને  સ્પિનથી પરેશાન કર્યું હતું.



આ વર્ષનો વર્લ્ડ કપ આર અશ્ચિનનો આ બીજો વર્લ્ડ કપ છે. આર અશ્વિન બાર વર્ષ પહેલાની યાદોને તાજી કરવા માટે તૈયાર છે. અશ્વિન વર્ષ ૨૦૧૧માં યોજાયેલા વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. તે વર્ષે ભારતીય ટીમે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.


આર અશ્વિન સહિત આખી ભારતીય ટીમ વર્લ્ડ કપ ૨૦૨૩ની વોર્મ-અપ મેચ માટે ગુવાહાટી (Guwahati) પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ પ્રેક્ટિસ મેચ ૩૦ સપ્ટેમ્બર એટલે કે શનિવારના રોજ ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ (England) સામે રમશે.

વર્લ્ડ કપ પહેલા તમામ વોર્મ-અપ મેચો ત્રણ સ્થળો ગુવાહાટી, તિરુવનંતપુરમ (Thiruvananthapuram) અને હૈદરાબાદ (Hyderabad)માં રમાશે. ભારતીય ટીમ તેની બીજી પ્રેક્ટિસ મેચ ૩ ઓક્ટોબરે નેધરલેન્ડ (Netherlands) સામે રમશે. આ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ (Greenfield International Stadium)માં રમાશે. આ તમામ પ્રેક્ટિસ મેચ બપોરે બે વાગ્યાથી રમાશે. ટીમના તમામ ૧૫ ખેલાડીઓને તેમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.


વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, શુભમન ગિલ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ. સિરાજ, મોહમ્મદ. શમી અને શાર્દુલ ઠાકુર.

વર્લ્ડ કપ ૨૦૨૩ ભારતમાં ૫ ઓક્ટોબરથી શરૂ થવાનો છે.

Whatsapp-channel Whatsapp-channel

29 September, 2023 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK