આ ગ્રુપના ૨૦ સભ્યો એવા હતા જેમણે વર્લ્ડ કપની ફાઇનલ સહિત ચાર મૅચ સ્ટેડિયમમાં જઈને જોઈ હતી

મલબાર હિલમાં રહેતા મિત્રોના ગ્રુપે બાળકો સાથે અમદાવાદમાં જોઈ ફાઇનલ
વર્લ્ડ કપની ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મૅચ જોવા મુંબઈના મલબાર હિલ રહેતા ૪૦ ફ્રેન્્સસ્ આવ્યા હતા. ભારત ફાઇનલમાં પહોંચ્યું હોવાથી આ એક્સાઇટિંગ ફાઇનલ મૅચ જોવા માટે ક્રિકેટ-ક્રેઝી બાળકોને લઈને ફાધર્સ આવ્યા હતા. આ ફ્રેન્ડ્સ ગ્રુપના ૨૦ સભ્યો એવા હતા જેમણે આ વર્લ્ડ કપની ફાઇનલ સહિત ચાર મૅચ સ્ટેડિયમમાં જઈને જોઈ હતી.
મલબાર હિલ રહેતા જય પરીખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ગ્રુપમાં નક્કી થયું હતું કે ભારત ફાઇનલમાં આવશે તો મૅચ જોવા અચૂક જઈશું. અમારા ૪૦ જણના ગ્રુપમાં મોટા ભાગે ફાધર્સ અને ચિલ્ડ્રન્સ છે. અમારા ૪૦ જણના ગ્રુપમાં ૯થી ૧૫ વર્ષનાં બાળકો છે. મારો દીકરો દર્શ અને દીકરી દિવ્યાના પણ મારી સાથે મૅચ જોવા આવી છે. બધાં બાળકો ક્રિકેટનાં જબરાં ફૅન છે.’
ADVERTISEMENT
તેમણે વધુમાં કહ્યું કે ‘અમારા ગ્રુપમાં કુશલ, અખિલ, મિત્તલ સહિતના ૨૦ મિત્રો એવા છે જેમણે આ વર્લ્ડ કપની લગભગ તમામ મૅચ સ્ટેડિયમમાં જોઈ છે. ભારત વિરુદ્ધ પાકિસ્તાન, ભારત વિરુદ્ધ શ્રીલંકા અને ભારત વિરુદ્ધ ન્યુ ઝીલૅન્ડની મૅચ જોયા બાદ અમે બધા ફાઇનલ જોવા અમદાવાદ આવ્યા છીએ. આમ તો રોહિત શર્મા અને વિરાટ કોહલી અમારા ફેવરિટ છે, પરંતુ આ વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીએ શાનદાર દેખાવ કર્યો છે એટલે શમી બોલરમાં અમારો ફેવરિટ છે. આપણી ટીમ કૉન્ફિડન્સ સાથે આ વર્લ્ડ કપમાં રમી.’

