વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયન કૅપ્ટને ક્રૂઝમાં બેસીને ખમણ ઢોકળાં સહિત ગુજરાતી નાસ્તાનો સ્વાદ માણ્યો, અટલ ફુટ ઓવરબ્રિજનો નઝારો જોઈને દંગ રહી ગયો

અમદાવાદમાં કમિન્સે ક્રૂઝમાં બેસીને હાથમાં વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટો-શૂટ કરાવ્યું હતું. તે ખૂબ રિલૅક્સ મૂડમાં જોવા મળ્યો હતો. (તસવીર: જનક પટેલ)
ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન પૅટ કમિન્સે પોતાની ટીમને ક્રિકેટમાં વિશ્વવિજેતા બનાવીને ગઈ કાલે અમદાવાદમાં સાબરમતી નદીમાં ક્રૂઝમાં બેસીને મજા માણવાની સાથે બૅકગ્રાઉન્ડમાં અટલ ફુટ બ્રિજ આવે એ રીતે વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટો-શૂટ કરાવ્યું હતું. એટલું જ નહીં, તેણે ખમણ ઢોકળાં સહિત ગુજરાતી નાસ્તાનો સ્વાદ પણ માણ્યો હતો. કમિન્સને સાબરમતી નદીની
આસપાસનો વિસ્તાર અને અટલ ફુટ બ્રિજ અદ્ભુત લાગ્યા હતા. ક્રૂઝમાં તેને ફાફડા-જલેબી, ખમણ ઢોકળાં સહિતના દસેક નાસ્તા તેમ જ ફ્રૂટ્સ સર્વ કરાયાં હતાં. કમિન્સે ખાસ કરીને ઢોકળાં અને ખમણનો લુત્ફ ઉઠાવ્યો હતો.
ADVERTISEMENT
મેં વિરાટની વિકેટ લઈને અમદાવાદના સ્ટેડિયમના એક લાખ જેટલા ક્રાઉડને શાંત કરી દીધું હતું. તેની વિકેટથી અમને ખૂબ સંતોષ થયો હતો. - પૅટ કમિન્સ

