અનુભવી સ્ટેફની ટેલર ઇન્જરીને કારણે ભારત નહીં આવે
સ્ટેફની ટેલર
વેસ્ટ ઇન્ડીઝની વિમેન્સ ક્રિકેટ ટીમ આગામી મહિનામાં ત્રણ-ત્રણ મૅચની T20 અને વન-ડે સિરીઝ રમવા આવવાની છે. T20 ઇન્ટરનેશનલ સિરીઝ ૧૫ ડિસેમ્બરથી નવી મુંબઈમાં ડી. વાય. પાટીલ સ્પોર્ટ્સ ઍકૅડેમી અને વન-ડે સિરીઝ બાવીસમી ડિસેમ્બરથી વડોદરા ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થશે. ગઈ કાલે ભારત-ટૂર માટે વેસ્ટ ઇન્ડીઝની ૧૫ ક્રિકેટર્સની સ્ક્વૉડની જાહેરાત કરવામાં આવી હતી. ૨૬ વર્ષની ઓપનિંગ બૅટર હેલી મૅથ્યુઝની કૅપ્ટન્સીવાળી આ ટીમમાં અનુભવી ઑલરાઉન્ડર સ્ટેફની ટેલરનું નામ નથી. ગયા મહિને વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024 દરમ્યાન ઘૂંટણમાં થયેલી ઇન્જરીમાંથી તે બહાર આવી શકી નથી. ૩૩ વર્ષની સ્ટેફની પાસે ૧૬૦ વન-ડે અને ૧૨૫ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમવાનો અનુભવ છે. આ ભૂતપૂર્વ કૅપ્ટનની ગેરહાજરીમાં વેસ્ટ ઇન્ડીઝ માટે ભારતનો સામનો કરવો સરળ નહીં રહેશે.