Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બ્રાવોનો શુક્રવારે સ્ટેજ-પર્ફોર્મન્સ અને શનિવારે મેદાન પર ધૂમ મચાવશે

બ્રાવોનો શુક્રવારે સ્ટેજ-પર્ફોર્મન્સ અને શનિવારે મેદાન પર ધૂમ મચાવશે

11 January, 2023 02:18 PM IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બ્રાવો મુંબઈ ઇન્ડિયન્સની માલિકીની એમઆઇ એમિરેટ્સ ટીમમાં છે

ડ્વેઇન બ્રાવો

UAE T20

ડ્વેઇન બ્રાવો


યુએઈની ઇન્ટરનૅશનલ ટી૨૦ લીગ (આઇએલટી૨૦)ની પ્રથમ સીઝન શુક્રવારે દુબઈમાં દુબઈ કૅપિટલ્સ અને અબુ ધાબી નાઇટ રાઇડર્સ વચ્ચેની મૅચ સાથે શરૂ થશે, પરંતુ આ પ્રારંભિક મુકાબલા પહેલાં ભવ્ય ઓપનિંગ સેરેમની થશે, જેમાં ભારતની તેમ જ બીજા દેશોની જાણીતી હસ્તીઓ પર્ફોર્મ કરશે. સ્ટાર સિંગર બાદશાહ તેમ જ અન્ય મેગાસ્ટાર ઉપરાંત વેસ્ટ ઇન્ડીઝનો ઑલરાઉન્ડર ડ્વેઇન બ્રાવો (‘ચૅમ્પિયન’) પણ સ્ટેજ પર પર્ફોર્મન્સ કરશે. બ્રાવો મુંબઈ ઇન્ડિયન્સની માલિકીની એમઆઇ એમિરેટ્સ ટીમમાં છે અને સ્ટેજ પરની ઇવેન્ટ બાદ બીજા દિવસે (શનિવારે) તે અબુ ધાબીમાં શારજાહ વૉરિયર્સ સામેની મૅચમાં રમશે.

દુબઈમાં યુએઈ લીગના સુપરસ્ટાર્સની ઓપનિંગ પહેલાંની યાદગાર યૉટ-સફર




શુક્રવારે દુબઈમાં શરૂ થનારી યુએઈની ઇન્ટરનૅશનલ ટી૨૦ લીગમાં રમનાર કેટલાક જાણીતા ખેલાડીઓએ ઓપનિંગ પહેલાં ટ્રોફી સાથે પોઝ આપ્યા બાદ દુબઈ મરીનામાં યૉટ-સફર માણી હતી. સ્પર્ધાની ૬ ટીમમાંથી બે-બે ખેલાડીઓ આ મુસાફરીમાં જોડાયા હતા અને એમાં રૉબિન ઉથપ્પા, જો રૂટ, પૉલ સ્ટર્લિંગ, ટૉમ કરૅન, શિમરન હેટમાયર, ઇમરાન તાહિર અને નવીન-ઉલ-હક તેમ જ ક્રિસ વૉક્સનો સમાવેશ હતો. શુક્રવારે આ ટુર્નામેન્ટનું ગ્રૅન્ડ ઓપનિંગ થશે.


Whatsapp-channel Whatsapp-channel

11 January, 2023 02:18 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK