આ ફિલ્મનું શૂટિંગ ગઈ કાલે મધ્ય પ્રદેશમાં શરૂ કરવામાં આવ્યું છે.
‘લવ કી અરેન્જ મૅરેજ’માં દેખાશે સની સિંહ અને અવનીત કૌર
સની સિંહ અને અવનીત કૌર હવે ‘લવ કી અરેન્જ મૅરેજ’માં દેખાવાનાં છે. આ ફૅમિલી-કૉમેડી ફિલ્મને ઇશરાત ખાન ડિરેક્ટ કરશે. આ ફિલ્મનું શૂટિંગ ગઈ કાલે મધ્ય પ્રદેશમાં શરૂ કરવામાં આવ્યું છે. ‘જનહિત મેં જારી’ના રાઇટર રાજ શાંડિલ્યએ આ ફિલ્મ લખી છે. આ વિશે વાત કરતાં સની સિંહે કહ્યું કે ‘મેં આગળ જેટલું પણ કામ કર્યું છે એના કરતાં રાજ શાંડિલ્યની કામ કરવાની સ્ટાઇલ અને કૉમેડીની સ્ટાઇલ એકદમ અલગ છે. એના કારણે જ આ ફિલ્મ કરવા માટે હું આકર્ષાયો છું. આ ખૂબ જ અલગ ઘરેલુ કૉમેડી એન્ટરટેઇનર ફિલ્મ છે. આ ફિલ્મ માટે હું ખૂબ જ ઉત્સાહી છું.’
આ ફિલ્મને વિનોદ ભાનુશાલી, કમલેશ ભાનુશાલી, રાજ શાંડિલ્ય અને વિમલ લાહોટી પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ વિશે વાત કરતાં અવનીત કૌરે કહ્યું કે ‘ફૅમિલી કૉમેડીને હું ખૂબ જ એન્જૉય કરું છું અને એમાં કામ કરવા માટે હું ખૂબ જ ઉત્સુક છું. સુપ્રિયા પાઠક મૅમ, અનુ કપૂર સર અને રાજપાલ યાદવ સર સાથે કામ કરવાથી મને ઘણું શીખવા મળશે. તમને લોકોને હસાવવા માટે હું ખૂબ જ આતુર છું.’


