અવનીત કૌર `ટીકુ વેડ્સ શેરુ`થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. કંગના રનૌત અને પીઢ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે તે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે. ટ્રેલર વિશે વાત કરતી વખતે, અભિનેત્રી ભાવુક થઈ ગઈ હતી અને તેણે કહ્યું હતું કે, તેને તેની પ્રથમ ફિલ્મ માટે ખૂબ જ સખત મહેનત કરી છે અને આ તક આપવા બદલ કંગના રનૌતની તે આભારી છે.














