ભારતીય ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને હેડ કોચની આ જોડીનો ગાઢ સંબંધ અને પ્રેમ જોઈને પાસે જ ઊભેલી અનુષ્કા શર્મા તાળીઓ વગાડતી જોવા મળી હતી.
રવિ શાસ્ત્રીને ભેટી પડ્યો વિરાટ કોહલી
પહેલી વાર IPL જીત્યા બાદ વિરાટ કોહલીએ સાથી પ્લેયર્સ, ફૅમિલી, કોચિંગ સ્ટાફની સાથે પોતાના ભૂતપૂર્વ ભારતીય હેડ કોચ રવિ શાસ્ત્રી સાથે પણ ઉજવણી કરી હતી. સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વિડિયોમાં જોવા મળ્યું કે વિરાટ કોહલી નાના બાળકની જેમ રવિ શાસ્ત્રી તરફ દોડીને છલાંગ લગાવીને ભેટી પડ્યો હતો. IPLનો સ્ટાર કૉમેન્ટેટર રવિ શાસ્ત્રી પણ કોહલીની જીતથી ખુશ જોવા મળ્યો હતો. ભારતીય ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને હેડ કોચની આ જોડીનો ગાઢ સંબંધ અને પ્રેમ જોઈને પાસે જ ઊભેલી અનુષ્કા શર્મા તાળીઓ વગાડતી જોવા મળી હતી.

