IPLની ટ્રોફીને સંબોધીને વિરાટ કોહલીએ કહ્યું...
અમદાવાદના સ્ટેડિયમમાં બૅન્ગલોરના કૅપ્ટન રજત પાટીદાર અને સ્ટાર બૅટર વિરાટ કોહલીએ ટ્રોફી સાથે યાદગાર જીતની ઉજવણી કરી.
સોશ્યલ મીડિયા પર સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવતા ભારતીય પ્લેયર વિરાટ કોહલીએ ગઈ કાલે ટીમ સાથેના ટ્રોફી સેલિબ્રેશનના ફોટો શૅર કરીને એક ઇમોશનલ પોસ્ટ કરી હતી.
કોહલીએ લખ્યું હતું કે ‘આ ટીમે સ્વપ્નને શક્ય બનાવ્યું, એક એવી સીઝન જે હું ક્યારેય ભૂલીશ નહીં. અમે છેલ્લા અઢી મહિનામાં આ સફરનો ખૂબ આનંદ માણ્યો છે. આ જીત RCBના ફૅન્સ માટે છે જેમણે ક્યારેય ખરાબ સમયમાં અમારો સાથ છોડ્યો નથી. આ જીત એ બધાં વર્ષો માટે જેમાં હાર્ટબ્રેક અને નિરાશા મળી. એ જીત આ ટીમ માટે મેદાનમાં મેં કરેલા દરેક પ્રયાસ માટે છે. IPL ટ્રોફીની વાત કરીએ તો... તને હું ઉઠાવીને સેલિબ્રેટ કરી શકું એ માટે તેં મને ૧૮ વર્ષ રાહ જોવડાવી છે માય ફ્રેન્ડ, પણ આ રાહ બિલકુલ સાર્થક રહી છે.’

