વિજય હઝારે ટ્રોફી આગામી ૨૪ ડિસેમ્બરથી ૧૮ જાન્યુઆરી દરમ્યાન રમાશે. છેલ્લે વિરાટ કોહલી દિલ્હી માટે ૨૦૧૦માં અને રોહિત શર્મા મુંબઈ માટે ૨૦૧૮માં વિજય હઝારે ટ્રોફીની મૅચ રમ્યા હતા.
વિરાટ કોહલી
ભારતના અનુભવી અને સ્ટાર બૅટર વિરાટ કોહલી અને રોહિત શર્માએ ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ માટે દાવેદારી જાળવી રાખવા તરફ પહેલું પગલું ભર્યું છે. અહેવાલ અનુસાર જાન્યુઆરી ૨૦૨૬માં ન્યુ ઝીલૅન્ડ સામેની ઘરઆંગણાની વન-ડે સિરીઝ પહેલાં બન્ને ક્રિકેટર ડોમેસ્ટિક ક્રિકેટની ૫૦-૫૦ ઓવરની ટુર્નામેન્ટમાં ત્રણથી ચાર મૅચ રમે એવી શક્યતા છે. ભારતીય મૅનેજમેન્ટે પહેલાં જ સ્પષ્ટ કરી કરી દીધું હતું કે નૅશનલ ડ્યુટી ન હોય ત્યારે પ્લેયર્સે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જોઈએ. વિજય હઝારે ટ્રોફી આગામી ૨૪ ડિસેમ્બરથી ૧૮ જાન્યુઆરી દરમ્યાન રમાશે. છેલ્લે વિરાટ કોહલી દિલ્હી માટે ૨૦૧૦માં અને રોહિત શર્મા મુંબઈ માટે ૨૦૧૮માં વિજય હઝારે ટ્રોફીની મૅચ રમ્યા હતા.


