આ સ્ટાર કપલ એક કૉફીશૉપમાંથી બહાર આવતું જોવા મળ્યું હતું
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની ઍક્ટ્રેસ અનુષ્કા શર્માનો લંડનનો એક રસપ્રદ ફોટો વાઇરલ થયો છે. આ સ્ટાર કપલ એક કૉફીશૉપમાંથી બહાર આવતું જોવા મળ્યું હતું. તેઓ દીકરા અકાયને સ્ટ્રોલરમાં બેસાડીને તેને લંડનના રસ્તાઓ પર ફેરવતાં જોવા મળ્યાં હતાં. વિરુષ્કાની આ પેરન્ટ્સ ડ્યુટીના ફોટો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાઇરલ થયા હતા.


