છેલ્લા ઘણા સમયથી આ વિરુષ્કા નામે જાણીતું આ કપલ માત્ર પોતાના પ્રોફશનલ કે પર્સનલ કામ માટે જ ભારત આવે છે. બાકીના સમયમાં તેઓ પોતાનાં બન્ને સંતાન સાથે લંડનમાં રહે છે.
વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા
સોશ્યલ મીડિયા પર હાલમાં ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં બન્ને લંડનના રસ્તાઓ પર કોઈ પણ સુરક્ષાની ચિંતા વગર મુક્તપણે ફરતાં અને સ્થાનિક લોકો સાથે હળવાશથી ગપસપ કરતાં જોવા મળ્યાં હતાં. કેટલાક ક્રિકેટ-ફૅન્સે આ વિડિયો પર કમેન્ટ કરી કે ‘પ્રસિદ્ધિ કરતાં વધુ જરૂરી છે શાંતિ.’ છેલ્લા ઘણા સમયથી આ વિરુષ્કા નામે જાણીતું આ કપલ માત્ર પોતાના પ્રોફશનલ કે પર્સનલ કામ માટે જ ભારત આવે છે. બાકીના સમયમાં તેઓ પોતાનાં બન્ને સંતાન સાથે લંડનમાં રહે છે.


