Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વન્ડરબૉય વૈભવ સૂર્યવંશીને મળી સિનિયર ટીમની જર્સી

વન્ડરબૉય વૈભવ સૂર્યવંશીને મળી સિનિયર ટીમની જર્સી

Published : 24 June, 2026 12:24 PM | Modified : 24 June, 2026 12:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડની T20 ટૂર માટે ગઈ કાલે ચેન્નઈ અને મુંબઈથી ભારતીય ટીમના ખેલાડીઓએ અલગ-અલગ ગ્રુપમાં બ્રિટન જવા માટે ફ્લાઇટ પકડી હતી

ભારતીય સિનિયર ટીમની જર્સી સાથે વૈભવ સૂર્યવંશી, ફ્લાઇટમાં અભિષેક શર્મા અને સપોર્ટ-સ્ટાફના સભ્યો સાથે સેલ્ફી લઈ રહેલો વૈભવ સૂર્યવંશી

ભારતીય સિનિયર ટીમની જર્સી સાથે વૈભવ સૂર્યવંશી, ફ્લાઇટમાં અભિષેક શર્મા અને સપોર્ટ-સ્ટાફના સભ્યો સાથે સેલ્ફી લઈ રહેલો વૈભવ સૂર્યવંશી


ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ૧૫ વર્ષના ધુરંધર બૅટર વૈભવ સૂર્યવંશીનો સ્પેશ્યલ વિડિયો શૅર કર્યો હતો. આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડની ટૂર પર નીકળતાં પહેલાં વૈભવ સૂર્યવંશીને ભારતની સિનિયર ટીમની પહેલી જર્સી મળી હતી. હોટેલ-રૂમમાં જર્સી આપવા આવેલા સપોર્ટ-સ્ટાફના સભ્ય રાઘવેન્દ્ર દ્વિવેદીને વૈભવ સૂર્યવંશી પગે પણ લાગ્યો હતો.

વૈભવ સૂર્યવંશીએ આ વિડિયોમાં કહ્યું હતું કે ‘જે ક્ષણ માટે પહેલી વખત બૅટ હાથમાં પકડીને મેદાન પર ગયો હતો એ ક્ષણ મારી સામે છે. આ અનુભૂતિને શબ્દોમાં વર્ણવી શકાતી નથી. જે ​​ક્ષણે મેં ટી-શર્ટ જોયું ત્યાર બાદ હું મારું સ્મિત રોકી શક્યો નહીં.’



આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડની T20 ટૂર માટે ગઈ કાલે ચેન્નઈ અને મુંબઈથી ભારતીય ટીમના ખેલાડીઓએ અલગ-અલગ ગ્રુપમાં બ્રિટન જવા માટે ફ્લાઇટ પકડી હતી. ભારતીય ટીમ નવા T20 કૅપ્ટન શ્રેયસ ઐયરની આગેવાનીમાં આ બન્ને સિરીઝમાં રમશે. 


વૈભવ સૂર્યવંશી પહેલાં તેના પપ્પા લંડન પહોંચ્યા, મિત્તલ ફૅમિલીના ઘરમાં મળ્યું શાનદાર વેલકમ વૈભવ સૂર્યવંશીની સિનિયર ટીમ સાથેની ટૂર પહેલાં જ તેના પપ્પા લંડન પહોંચી ગયા છે. રાજસ્થાન રૉયલ્સના નવા માલિક અને બિઝનેસમૅન લક્ષ્મી મિત્તલના આલીશાન ઘરમાં વૈભવના પપ્પા સંજીવ સૂર્યવંશીને શાનદાર સ્વાગત મળ્યું હતું.

આ મુલાકાત દરમ્યાન રાજસ્થાન રૉયલ્સના પહેલા અને વર્તમાન માલિક મનોજ બડાલે સહિત ટીમના અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સંજીવ સૂર્યવંશીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ મુલાકાતના ફોટો શૅર કર્યા હતા.


વૈભવ સૂર્યવંશી પહેલાં તેના પપ્પા લંડન પહોંચ્યા, મિત્તલ ફૅમિલીના ઘરમાં મળ્યું શાનદાર વેલકમ

વૈભવ સૂર્યવંશીની સિનિયર ટીમ સાથેની ટૂર પહેલાં જ તેના પપ્પા લંડન પહોંચી ગયા છે. રાજસ્થાન રૉયલ્સના નવા માલિક અને બિઝનેસમૅન લક્ષ્મી મિત્તલના આલીશાન ઘરમાં વૈભવના પપ્પા સંજીવ સૂર્યવંશીને શાનદાર સ્વાગત મળ્યું હતું.

આ મુલાકાત દરમ્યાન રાજસ્થાન રૉયલ્સના પહેલા અને વર્તમાન માલિક મનોજ બડાલે સહિત ટીમના અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સંજીવ સૂર્યવંશીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ મુલાકાતના ફોટો શૅર કર્યા હતા.

આયરલૅન્ડ-ઇંગ્લૅન્ડ સામેની T20 સિરીઝની ટીમમાં નીતીશ રેડ્ડીના સ્થાને સૂર્યાંશ શેડગેનો સમાવેશ

આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડ સામેની આગામી T20 સિરીઝમાંથી ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી બહાર થઈ ગયો છે. અફઘાનિસ્તાન સામેની ત્રીજી વન-ડે મૅચ દરમ્યાન આંધ્ર પ્રદેશના આ ખેલાડીના ડાબા પગના જાંઘના સ્નાયુઓમાં દુખાવો શરૂ થયો હતો. એના બદલે મુંબઈના ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર સૂર્યાંશ શેડગેને ટીમમાં સ્થાન મળ્યું છે. 
સૂર્યાંશ શેડગેએ હાલમાં શ્રીલંકામાં ત્રિકોણીય વન-ડે સિરીઝમાં ભારતની A ટીમ માટે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. ૨૩ વર્ષના સૂર્યાંશ શેડગેએ પાંચ મૅચમાં ૧૪૭ રન કર્યા હતા. 

Whatsapp-channel Whatsapp-channel

24 June, 2026 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK