વિમલ વિક્ટર્સનો સતત ત્રીજી મૅચમાં પરાજય થયો હતો તેમ જ એમ્પાયર વૉરિયર્સે સતત બીજી મૅચમાં વિજય મેળવ્યો હતો અને જૉલી જૅગ્વાર્સને સતત બીજી મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
સાંતાક્રુઝ-ઈસ્ટના કાલિનામાં આવેલા ઍર ઇન્ડિયા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત TK RUBY VPL T20 2025 (સીઝન-૩)ના લીગ રાઉન્ડના છઠ્ઠા દિવસે બન્ને રોમાંચક મુકાબલાઓમાં ચેઝ કરનાર ટીમનો વિજય થયો હતો. RSS વૉરિયર્સે તેમનો વિજયરથ જાળવી રાખતાં સતત ત્રીજી મૅચ જીતી લીધી હતી, જ્યારે વિમલ વિક્ટર્સનો સતત ત્રીજી મૅચમાં પરાજય થયો હતો તેમ જ એમ્પાયર વૉરિયર્સે સતત બીજી મૅચમાં વિજય મેળવ્યો હતો અને જૉલી જૅગ્વાર્સને સતત બીજી મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
મૅચ – ૧૧ઃ વિમલ વિક્ટર્સ (૧૮.૩ ઓવરમાં ૧૩૨ રનમાં ઑલઆઉટ – અભિષેક ફરિયા ૨૪ બૉલમાં ૫૩, ચિરાગ નિશર ૩૦ બૉલમાં ૩૫ અને હર્ષ ગડા ૧૪ બૉલમાં ૧૫ રન. ધૈર્ય છેડા ૧૫ રનમાં ચાર, શ્રેય કારિયા ૨૩ રનમાં ૩ અને રસિક સત્રા ૧૬ રનમાં બે વિકેટ) સામે એમ્પાયર વૉરિયર્સ (૧૮.૩ ઓવરમાં ૬ વિકેટે ૧૩૬ રન – પવન રીટા ૩૧ બૉલમાં ૪૦, રાજ ગાલા ૨૯ બૉલમાં ૨૦ અને અંકિત સાવલા ૧૪ બૉલમાં ૧૫ રન. ચિરાગ નિશર ૧૭ રનમાં અને અમિષ સત્રા ૩૩ રનમાં બે-બે તથા સચિન ગડા ૧૭ રનમાં એક વિકેટ)નો ૪ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ ઃ એમ્પાયર વૉરિયર્સનો ધૈર્ય છેડા (૧૫ રનમાં ચાર વિકેટ).
ADVERTISEMENT
મૅચ – ૧૦ઃ જૉલી જૅગ્વાર્સ (૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૦૩ રન – સાગર ગાલા ૩૫ બૉલમાં ૩૨, કપિલ ખિરાણી ૨૦ બૉલમાં ૨૭ અને અભિક ગડા ૧૭ બૉલમાં ૧૩ રન. વિવેક ગાલા ૧૪ રનમાં, દીક્ષિત ગાલા ૧૮ રનમાં, શશાંક નિશર ૧૦ રનમાં અને મિહિર બૌઆ ૨૫ રનમાં બે-બે વિકેટ) સામે RSS વૉરિયર્સ (૧૯.૫ ઓવરમાં ૮ વિકેટે ૧૦૭ રન – મિહિર બૌઆ ૩૫ બૉલમાં ૨૮ અને અંકિત સત્રા ૨૬ બૉલમાં ૨૬ રન. સાગર ગાલા ૧૬ રનમાં ૩, રુષભ દેઢિયા ૨૨ રનમાં બે અને ક્રમસ નંદુ ૧૬ રનમાં એક વિકેટ)નો બે વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ ઃ RSS વૉરિયર્સનો મિહિર બૌઆ (બે વિકેટ, ૨૮ રન અને એક કૅચ).
હવે આઠ દિવસના બ્રેક બાદ ગુરુવાર ૧૩ ફેબ્રુઆરીએ સવારે કલ્પલબ્ધિ બુલ્સ v/s RSS વૉરિયર્સ તથા બપોરે રંગોલી વાઇકિંગ્સ v/s વિમલ વિક્ટર્સ વચ્ચે ટક્કર જામશે.

