પ્રથમ બન્ને મૅચમાં પરાજિત થનાર સ્કૉચર્સે આખરે દમ બતાવતાં ચૅમ્પિયન રંગોલી વાઇકિંગ્સને હરાવીને સીઝનની પ્રથમ જીત નોંધાવી છે.
પ્રતીકાત્મક તસવીર
સાંતાક્રુઝ-ઈસ્ટના કાલિનામાં આવેલા ઍર ઇન્ડિયા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત TK RUBY VPL T20 2025 (સીઝન-૩)ના લીગ રાઉન્ડના પાંચમા દિવસે ગઈ સીઝનની ચૅમ્પિયન રંગોલી વાઇકિંગ્સનો સતત બીજી મૅચમાં પરાજય થયો હતો અને પ્રથમ બન્ને મૅચ જીતનાર કલ્પલબ્ધિ બુલ્સનો પણ વિજયરથ અટકી ગયો છે. ટૉપ ટેન્સ લાયન્સે પ્રથમ મૅચમાં હાર બાદ કમબૅક કરીને સતત બીજી મૅચમાં વિજય મેળવ્યો છે. પ્રથમ બન્ને મૅચમાં પરાજિત થનાર સ્કૉચર્સે આખરે દમ બતાવતાં ચૅમ્પિયન રંગોલી વાઇકિંગ્સને હરાવીને સીઝનની પ્રથમ જીત નોંધાવી છે.
મૅચ – ૯ : રંગોલી વાઇકિંગ્સ (૧૯.૨ ઓવરમાં ૧૨૭ રનમાં ઑલઆઉટ – રજત સત્રા ૩૫ બૉલમાં ૪૭, નીરવ નિશર ૨૫ બૉલમાં ૩૮ અને દીપેશ ગડા ૧૪ બૉલમાં ૧૦ રન. મેહુલ ગાલા બાવીસ રનમાં પાંચ, સંજય ચરલા ૧૩ રનમાં ૩ અને રાહુલ ગાલા ૧૨ રનમાં એક વિકેટ) સામે સ્કૉચર્સ (૧૫.૫ ઓવરમાં ૩ વિકેટે ૧૩૧ રન – મયંક ગડા ૩૬ બૉલમાં ૫૯, રોમલ ગડા ૩૨ બૉલમાં ૨૯ અને કુશ ગડા ૮ બૉલમાં ૧૫ રન. કુનાલ નિશર ૧૫ રનમાં બે વિકેટ)નો ૭ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ : સ્કૉચર્સનો મેહુલ ગાલા (બાવીસ રનમાં હૅટ-ટ્રિક સાથે પાંચ વિકેટ).
ADVERTISEMENT
મૅચ – ૧૦ : ટૉપ ટેન્સ લાયન્સ (૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૩૧ રન – દીપક શાહ ૩૦ બૉલમાં ૩૮, વિરલ કારિયા ૨૦ બૉલમાં બાવીસ અને પ્રતીક ગડા ૨૪ બૉલમાં ૨૧ રન. રુષભ કારિયા બાવીસ રનમાં, કમલેશ છાડવા ૨૩ રનમાં અને ભાવેશ ગાલા ૨૫ રનમાં એક-એક વિકેટ)નો કલ્પલબ્ધિ બુલ્સ (૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૧૮ રન – ભાવેશ ગાલા ૩૯ બૉલમાં ૪૫, રુષભ કારિયા ૧૭ બૉલમાં બાવીસ અને વિજય નિશર બાવીસ બૉલમાં ૧૫ રન. દીપક શાહ ૨૯ રનમાં ૩, ભાવિક ગિન્દરા ૨૧ રનમાં બે અને કશ્યપ સાવલા ૧૯ બૉલમાં એક વિકેટ) સામે ૧૩ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : ટૉપ ટેન્સ લાયન્સનો દીપક શાહ (૩૮ રન અને ૩ વિકેટ).
હવે આજે સવારે વિમલ વિક્ટર્સ v/s એમ્પાયર વૉરિયર્સ તથા બપોરે જૉલી જૅગ્વાર્સ v/s RSS વૉરિયર્સ વચ્ચે ટક્કર જામશે.

