IPLમાં સૌથી વધુ ૧૭ વાર ઝીરો પર જવાના દિનેશ કાર્તિકના ‘રેકૉર્ડ’ની બરાબરી કરી
લોકોમાં રોષ
હાર્દિક પંડ્યા સાથે અમદાવાદમાં જે થયું એ ગઈ કાલે મુંબઈમાં પણ થયું હતું. રાજસ્થાન રૉયલ્સ સામેની વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મૅચ માટે મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન ટૉસ કરવા આવ્યો ત્યારે પ્રેક્ષકોએ તેનો હુરિયો બોલાવ્યો હતો. રોહિત શર્માને હટાવીને હાર્દિકને કૅપ્ટન બનાવ્યો એની નારાજગી સ્ટેડિયમની બહાર જોવા મળેલા લોકોમાં પણ દેખાઈ આવી હતી. રોહિતના ચાહકો ‘મુંબઈચા રાજા રોહિત શર્મા’, ‘રોહિત શર્મા કૅપ્ટન ફૉરેવર’ જેવાં પ્લૅકાર્ડ સાથે જોવા મળ્યા હતા. રોહિતે જોકે બૅટિંગમાં આ ચાહકોને નિરાશ કર્યા હતા અને તે પહેલા જ બૉલે આઉટ થઈ ગયો હતો. આ ગોલ્ડન ડક સાથે રોહિતે હવે IPLમાં સૌથી વધુ ૧૭ વાર ઝીરો પર આઉટ થવાના દિનેશ કાર્તિકના નાલેશીભર્યા રેકૉર્ડની બરાબરી કરી લીધી છે.