સતત ટ્રોલ થઈ રહેલા હાર્દિક પંડ્યા પાસે હોમ-ગ્રાઉન્ડ પર ફૅન્સના સપોર્ટ વચ્ચે પ્રથમ જીત મેળવીને ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપવાની સુવર્ણ તક છે.
IPL 2024
તિલક વર્મા , રોહિત શર્મા
આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે સાંજે ૭.૩૦ વાગ્યાથી જંગ જામશે. હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સીમાં પ્રથમ બે મૅચમાં મુંબઈએ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. નવા મહિનાની શરૂઆતમાં હોમગ્રાઉન્ડ પર પાંચ વખતની ચૅમ્પિયન ટીમ ૧૭મી સીઝનમાં જીતના શ્રીગણેશ કરશે કે પછી ફરી મુંબઈના ફૅન્સ ‘એપ્રિલ ફૂલ’ બનશે એના પર સૌની નજર રહેશે. સતત ટ્રોલ થઈ રહેલા હાર્દિક પંડ્યા પાસે હોમ-ગ્રાઉન્ડ પર ફૅન્સના સપોર્ટ વચ્ચે પ્રથમ જીત મેળવીને ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપવાની સુવર્ણ તક છે.
મુંબઈએ સીઝનની પ્રથમ મૅચમાં પંડ્યાની ભૂતપૂર્વ ટીમ ગુજરાત ટાઇટન્સ સામે ૬ રને પરાજય ચાખ્યો હતો, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે એને ૩૨ રને હરાવ્યું હતું. આ બે હાર બાદ ટીમ પૉઇન્ટ ટેબલમાં સૌથી નીચેના ૧૦મા સ્થાને છે. સંજુ સૅમસનની આગેવાની હેઠળ રાજસ્થાન આ સીઝનમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરીને બન્ને મૅચ જીત્યું છે અને આ સમયગાળા દરમ્યાન એના મોટા ભાગના ખેલાડીઓનું પ્રદર્શન સારું રહ્યું છે.
ADVERTISEMENT
પ્રૅક્ટિસ દરમ્યાન ફુટબૉલ રમી રહેલો ઈશાન કિશન.
4000
૧૫૫મી મૅચ રમી રહેલો સંજુ સૅમસન આજે વધુ ૧૫ રન કરશે તો IPLમાં ૪૦૦૦ રન પૂરા કરશે. તે આ ટુર્નામેન્ટમાં ૪૦૦૦ રન કરનારો ૧૬મો અને ભારતનો બારમો ખેલાડી બનશે.
કોણ કેટલા પાણીમાં?
કુલ મૅચ - ૨૮
મુંબઈની જીત - ૧૫
રાજસ્થાનની જીત - ૧૨