Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મિડ-ડે કપ ૨૦૨૬માં રજિસ્ટ્રેશન માટે રવિવારે છેલ્લો દિવસ

મિડ-ડે કપ ૨૦૨૬માં રજિસ્ટ્રેશન માટે રવિવારે છેલ્લો દિવસ

Published : 04 February, 2026 11:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈની ગુજરાતી જ્ઞાતિઓ માટેના ભવ્ય ક્રિકેટ જલસાની ૧૮મી સીઝન ૨૮ ફેબ્રુઆરીથી કાંદિવલીના પોઇસર જિમખાનામાં શરૂ થશે

‘મિડ-ડે કપ TEN10 2026’ ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થશે

‘મિડ-ડે કપ TEN10 2026’ ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થશે


મુંબઈની ગુજરાતી જ્ઞાતિઓ માટે ‘મિડ-ડે’ દ્વારા દર વર્ષે યોજાતી ક્રિકેટ-સ્પર્ધાની ૧૮મી સીઝન ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થશે. આ ભવ્ય ક્રિકેટ જલસા માટે રજિસ્ટ્રેશન કરાવવાનો છેલ્લો દિવસ રવિવાર, ૮ ફેબ્રુઆરી છે.

T20 ક્રિકેટની જેમ જ લેધરના બૉલથી રમાતી ૧૦-૧૦ ઓવરની આ એક્સાઇટિંગ ક્રિકેટ ઇવેન્ટે છેલ્લા દોઢ દાયકામાં મુંબઈના ગુજરાતીઓમાં અનેરું સ્થાન બનાવ્યું છે. આ સ્પર્ધા પાછી ક્યારે આવશે એની કાગડોળે રાહ જોવાતી હોય છે અને એ ઇન્તેજાર હવે વહેલી તકે પૂરો થવામાં છે.  



આ સ્પર્ધા છેલ્લાં ૭ વર્ષની જેમ આ વખતે પણ કાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાના ગ્રાઉન્ડમાં રમાશે. એમાં ભાગ લેવા માગતી દરેક જ્ઞાતિએ પોતાના સમાજની કેન્દ્રીય એટલે મુખ્ય સંસ્થાના લેટરહેડ પર પ્રમુખ અથવા સેક્રેટરીની સહી તથા કૉન્ટૅક્ટ-નંબર સાથે અરજી કરવાની હોય છે. એથી એ જ જ્ઞાતિની એક કરતાં વધુ ટીમની એન્ટ્રી ન આવી જાય. અરજીમાં કૅપ્ટન કે કો-ઑર્ડિનેટરનો નંબર અચૂક લખવો. આ એન્ટ્રી gmdcricket10@gmail.com પર ઈમેઇલ કરવી અને સબ્જેક્ટમાં ‘મિડ-ડે કપ TEN10 2026’ અચૂક લખવું. વધુ વિગત માટે દિનેશ સાવલિયાનો ૯૮૨૦૨ ૨૯૮૯૬ નંબર પર સંપર્ક કરવો.  


આ સ્પર્ધા લીગ-કમ-નૉકઆઉટ ધોરણે રમાશે અને દરેક ટીમને કમસે કમ ૩ મૅચ રમવા મળશે. લીગ રાઉન્ડના અંતે દરેક ગ્રુપમાંથી બે ટીમ નેક્સ્ટ રાઉન્ડ અર્થાત્ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં જશે. ત્યાર બાદ ગયા વર્ષની જેમ જ પ્રી-ક્વૉર્ટર ફાઇનલની વિજેતા ૬ ટીમ ૩-૩નાં બે ગ્રુપમાં ડિવાઇડ થઈને લીગ સ્ટાઇલમાં સુપર સિક્સ રાઉન્ડ રમશે. એની ટૉપ ફોર ટીમને IPL સ્ટાઇલના પ્લે-ઑફ્સમાં રમાડીને ફાઇનલની બે ટીમ નક્કી કરવામાં આવશે.

આ સ્પર્ધા માટેના જે નિયમો છે એમાંનો મુખ્ય નિયમ એ છે કે એમાં વેસ્ટર્નમાં વિરાર સુધીના તથા સેન્ટ્રલમાં શહાડ તથા પનવેલ સુધીના ખેલાડીઓ જ હોવા જોઈશે. જોકે દરેક જ્ઞાતિ તેમની ટીમમાં એક ખેલાડી મુંબઈ એરિયાની લિમિટની બહારનો પણ સામેલ કરી શકે છે. જોકે એ ખેલાડી તેમની જ્ઞાતિનો જ હોવો જોઈશે.


આ સ્પર્ધા માટેની એન્ટ્રી-ફી ૨૫,૦૦૦ રૂપિયા છે.

જેટલી એન્ટ્રી આવશે એમાંથી ટીમના સિલેક્શનમાં ‘મિડ-ડે’નો નિર્ણય ફાઇનલ ગણાશે.

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2026 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK