Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે ભારતનો મુકાબલો અફઘાનિસ્તાન સામે

આજે ભારતનો મુકાબલો અફઘાનિસ્તાન સામે

Published : 20 June, 2024 11:00 AM | Modified : 20 June, 2024 11:01 AM | IST | Barbados
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાતે ૮ વાગ્યાથી બાર્બેડોઝમાં સુપર-એઇટ રાઉન્ડનો શુભારંભ કરશે રોહિતસેના: T20 ઇન્ટરનૅશનલમાં ભારતીય ટીમને ક્યારેય હરાવી નથી શકી અફઘાની ટીમ

પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન રિન્કુ સિંહ, સૂર્યકુમાર યાદવ, કૅપ્ટન રોહિત શર્મા

T20 World Cup

પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન રિન્કુ સિંહ, સૂર્યકુમાર યાદવ, કૅપ્ટન રોહિત શર્મા


ભારતીય સમય અનુસાર આજે રાતે ૮ વાગ્યાથી બાર્બેડોઝના સર વિવિયન રિચર્ડ‍્સ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે ભારતીય ટીમ સુપર-એઇટ રાઉન્ડની શરૂઆત કરશે. તરખાટ મચાવવા તૈયાર અફઘાની બોલર્સ સામે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન અને વિરાટ કોહલીના પ્રદર્શન પર સૌની નજર રહેશે.

અમેરિકામાં પ્લેઇંગ ઇલેવનમાં એક પણ ફેરફાર વગર રમનાર ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝની પિચના આધારે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કુલદીપ યાદવ કે યુઝવેન્દ્ર ચહલને સામેલ કરી શકે છે. એવામાં શિવમ દુબે અને રવીન્દ્ર જાડેજા પર ટીમમાંથી બહાર થવાનો ખતરો રહેશે જે ગ્રુપ સ્ટેજમાં ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. સુપર-એઇટ રાઉન્ડમાં ભારતીય બૅટર્સે પહેલાં કરતાં વધારે સુપર ઍક્ટિવ થઈને રમવું પડશે.




પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા અને અર્શદીપ સિંહ


ગ્રુપ સ્ટેજમાં ત્રણ મૅચમાં માત્ર પાંચ રન બનાવનાર વિરાટ કોહલી પર આજે શાનદાર ઇનિંગ્સ રમવાનું દબાણ રહેશે. વિરાટ કોહલીએ T20 ઇન્ટરનૅશનલમાં ભારત તરફથી અફઘાનિસ્તાન સામે પાંચ મૅચમાં સૌથી વધારે ૨૦૧ રન બનાવ્યા છે. તેણે અફઘાની બોલર્સ સામે ૧ સેન્ચુરી અને ૧ ફિફ્ટી પણ ફટકારી છે. ભારતની ઓપનિંગ જોડીમાં ફેરફાર થશે કે નહીં એના પર સૌની નજર રહેશે. 

અફઘાનિસ્તાન સામે અજેય છે ભારત 
કુલ મૅચ                            ૦૭
પ્રથમ બૅટિંગ કરીને જીત    ૦૪
પ્રથમ બોલિંગ કરીને જીત    ૦૩

Whatsapp-channel Whatsapp-channel

20 June, 2024 11:01 AM IST | Barbados | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK