પોસ્ટ તેના પપ્પા અશોક કુમાર યાદવ માટે છે જે હાલમાં જ ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટર (BARC)માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરના પદ પરથી નિવૃત્ત થયા છે.
પપ્પાની રિટાયરમેન્ટ ઇવેન્ટમાં પરિવાર સાથે હાજર રહ્યો સૂર્યા.
IPL 2025ની એલિમિનેટર મૅચ પહેલાં મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર બૅટર સૂર્યકુમાર યાદવે કરેલી રિટાયરમેન્ટ પોસ્ટ વાઇરલ થઈ રહી છે. આ પોસ્ટ તેના પપ્પા અશોક કુમાર યાદવ માટે છે જે હાલમાં જ ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટર (BARC)માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરના પદ પરથી નિવૃત્ત થયા છે. સૂર્યાના જન્મ પહેલાં આ જૉબ માટે તેઓ ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી મુંબઈ શિફ્ટ થયા હતા.
સૂર્યાએ રિટાયરમેન્ટની ઇવેન્ટમાં પરિવાર સાથે હાજર રહીને સોશ્યલ મીડિયા પર ફોટો શૅર કરતાં લખ્યું હતું, ‘મારા પહેલા અને હંમેશાંના હીરો, રોલ-મૉડલ, જીવનના માર્ગદર્શક અને ગાઇડ... તમારી એક મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સનો અંત આવ્યો છે અને તમે હંમેશાં દરેક ભૂમિકાને શ્રેષ્ઠ રીતે સંભાળી છે. એક સામાન્ય માણસ જેણે અમને અસાધારણ જીવન આપવામાં કોઈ કસર છોડી નથી. ચાલો આજે તમને જણાવીએ કે અમને તમારા અને તમારી સિદ્ધિઓ પર કેટલો ગર્વ છે. આગામી ઇનિંગ્સ માટે તૈયાર થવાનો સમય આવી ગયો છે, પપ્પા.’
ADVERTISEMENT
આ ઇવેન્ટમાં સ્પીચ આપતા સૂર્યાનો વિડિયો પણ વાઇરલ થયો છે જેમાં તેણે પપ્પાને સુપરમૅન ગણાવ્યા હતા.


