° °

આજનું ઇ-પેપર
Monday, 25 October, 2021


IPLમાં ફરી કોરોના, SRH પ્લેયર નટરાજન કોવિડ પૉઝિટીવ, શું થશે આજની મેચનું

22 September, 2021 04:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

IPLમાં આજે થનારી મેચ પર ફરી પાછા સંકટના વાદળો ઘેરાયા છે. દિલ્હી કૅપિટલ્સ વિરુદ્ધ થનારી મેચના થોડાક કલાક પહેલા જ સનરાઇઝર્સ હૈદરાબાદનો એક ખેલાડીનો કોરોના રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો છે. અને અન્ય ખેલાડીઓના પણ આરટી-પીસીઆર રિપૉર્ટની રાહ જોવાઈ રહી છે.

નટરાજન

નટરાજન

IPLમાં ફરી એકવાર કોરોના પોતાનો પગપેસારો કરી રહ્યો છે. ઇન્ડિયવ પ્રીમિયર લીગ (IPL)માં આજે થનારી મેચ પર સંકટના વાદળ ઘેરાઈ રહ્યા છે. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચના થોડાંક કલાકો પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદના ટી. નટરાજન કોરોના સંક્રમિત થયો છે. નટરાજનને આખી ટીમથી જુદો રાખવામાં આવ્યો છે. હાલ તે આઇસોલેશનમાં છે. જો કે, IPL તરફથી ટ્વીચ કરીને માહિતી આપવામાં આવી છે કે આજની મેચ રમાશે.

મેડિકલ ટીમે કુલ છ ખેલાડીઓની ઓળખ કરી છે જેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમના નામ છે 
1 વિજય શંકર
2 વિજય કુમાર- ટીમ મેનેજર
3. શ્યામ સુંદર જે - ફિઝિયોથેરેપિસ્ટ
4. અંજના વી. - ડૉક્ટર
5. તુષાર કેદાર-  લૉજિસ્ટિક્સ મેનેજર
6. પી. ગણેશન - નેટ બોલર

અન્ય ખેલાડીઓ અને અન્ય લોકોના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમના ટેસ્ટ રિપૉર્ટ નેગેટિવ આવ્યા છે. IPLના ટ્વિટર હેન્ડલ પરથી માહિતી આપાવમાં આવી છે કે આજે સાંજે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં થનારી સનરાઇઝર્સ અને દિલ્હી કેપિટર્સની મેચ નક્કી કરેલા સમયે થશે.

22 September, 2021 04:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

મેલબર્નની ટીમને હરમનપ્રીતે જિતાડી

હરમનપ્રીતે ૩૨ રનમાં બે વિકેટ લીધી હતી અને પછી ૨૯ બૉલમાં બે સિક્સર તથા એક ફોરની મદદથી અણનમ ૩૫ રન બનાવ્યા હતા

25 October, 2021 03:47 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

તાલિબાનથી ત્રસ્ત અફઘાનિસ્તાનની ઓછી પ્રૅક્ટિસ છતાં આજે સ્કૉટલૅન્ડ ભયભીત

ચાર દિવસ પહેલાં પ્રૅક્ટિસ મૅચમાં અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું હતું

25 October, 2021 03:42 IST | Dubai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

મૅચવિનર મોઇનના ૨૪માંથી ૧૮ ડૉટ બૉલ

કૅપ્ટન ઇયોન મૉર્ગનના મતે મોઇનને આઇપીએલના અનુભવનો ઘણો ફાયદો અહીં થઈ રહ્યો છે

25 October, 2021 03:38 IST | Dubai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK