ગુજરાતી મૂળના ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ સ્પિનર સમિત પટેલનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો
ગઈ કાલે કલકત્તાની ટીમે સુનીલ નારાયણની ૩૭મી વર્ષગાંઠ નિમિત્તે તેના વાળ પર કેક લગાવી હતી.
કોલકાતા નાઇટ રાઇડર્સના અનુભવી સ્પિનર સુનીલ નારાયણે રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે બે વિકેટ લઈને એક વર્લ્ડ રેકૉર્ડ પોતાને નામે કર્યો છે. તે મેન્સ T20 ક્રિકેટમાં એક ટીમ માટે હાઇએસ્ટ વિકેટ લેનાર બોલર બન્યો છે. તેણે કલકત્તાની ટીમ માટે ૨૧૦ વિકેટ લઈને ગુજરાતી મૂળના ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ સ્પિનર સમિત પટેલને પાછળ છોડી દીધો છે જેણે અગાઉ નૉટિંગહૅમશર ટીમ માટે ૨૦૮ વિકેટ સાથે રેકૉર્ડ બનાવ્યો હતો.
૩૭ વર્ષના સુનીલ નારાયણે કલકત્તા માટે ૧૮૯ IPL મૅચમાં ૧૯૨ વિકેટ અને ચૅમ્પિયન્સ લીગ T20ની નવ મૅચમાં ૧૮ વિકેટ લીધી છે. ૨૦૧૨થી કલકત્તા સાથે જોડાયેલા નારાયણે વર્તમાન સીઝનની ૧૨ મૅચમાં ૧૨ વિકેટ લેવાની સાથે ૨૪૬ રન બનાવ્યા છે. કલકત્તાએ તેને મેગા ઑક્શન પહેલાં ૧૨ કરોડ રૂપિયામાં રીટેન કર્યો હતો.


