ઓવરઑલ તે ૫૦૦ T20 મૅચ રમનાર ચોથો અને વેસ્ટ ઇન્ડીઝનો ત્રીજો ખેલાડી બન્યો છે.
સુનીલ નારાયણ
૩૫ વર્ષના સુનીલ નારાયણે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ વચ્ચેની મૅચ માટે એમ. ચિન્નાસ્વામી મેદાનમાં ઊતરતાંની સાથે ઇતિહાસ રચ્યો છે. તે કરીઅરમાં ૫૦૦મી T20 મૅચ રમનાર દુનિયાનો બીજો સ્પિનર બન્યો છે. ઓવરઑલ તે ૫૦૦ T20 મૅચ રમનાર ચોથો અને વેસ્ટ ઇન્ડીઝનો ત્રીજો ખેલાડી બન્યો છે. ૪૯૯ T20 મૅચમાં તેણે ૫૩૬ વિકેટ લીધી છે.