ગાવસકરે ઓવલ સ્ટેડિયમમાં આપેલી આ સરપ્રાઇઝ દરમ્યાન શુભમન ગિલ માત્ર આભાર વ્યક્ત કરવા સિવાય કંઈ જ બોલી શક્યો નહોતો
સુનીલ ગાવસકર, શુભમન ગિલ
ઓવલ ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસના અંતે ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સુનીલ ગાવસકરે વર્તમાન ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલને સ્પેશ્યલ ગિફ્ટ આપી હતી. લિટલ માસ્ટરે કૅપ્ટન ગિલને SG બ્રૅન્ડનું પોતાના માટે બનેલું સ્પેશ્યલ શર્ટ અને ઑટોગ્રાફવાળી એક કૅપ ગિફ્ટ કર્યાં હતાં જે તેઓ ઘણા ઓછા લોકોને આપે છે. ગાવસકરે ઓવલ સ્ટેડિયમમાં આપેલી આ સરપ્રાઇઝ દરમ્યાન શુભમન ગિલ માત્ર આભાર વ્યક્ત કરવા સિવાય કંઈ જ બોલી શક્યો નહોતો. જોકે ગાવસકરે તેને આગામી સિરીઝમાં પોતાના મોટા રેકૉર્ડ તોડવાની શુભકામનાઓ આપી હતી.
|
શુભમન ગિલનું પ્રદર્શન |
|
|
ઇનિંગ્સ |
૧૦ |
|
રન |
૭૫૪ |
|
બૉલ |
૧૧૫૦ |
|
ફોર |
૮૫ |
|
સિક્સર |
૧૨ |
|
ફિફ્ટી |
૦ |
|
સેન્ચુરી |
૪ |
|
ઍવરેજ |
૭૫.૪૦ |
|
સ્ટ્રાઇક-રેટ |
૬૫.૫૬ |
ADVERTISEMENT
કયા મોટા રેકૉર્ડ તોડી ન શક્યો કૅપ્ટન શુભમન ગિલ?
પાંચ મૅચની આ સિરીઝમાં ૭૫૪ રન કરનાર શુભમન ગિલે ઘણા શાનદાર રેકૉર્ડ બનાવ્યા, પણ કેટલાક મોટા રેકૉર્ડ તોડતાં જરા માટે ચૂકી ગયો હતો. એક ટેસ્ટ-સિરીઝમાં ભારતીય તરીકે હાઇએસ્ટ ૭૭૪ રનનો સુનીલ ગાવસકરનો વેસ્ટ ઇન્ડીઝ સામેનો ૧૯૭૦-’૭૧નો રેકૉર્ડ તોડતાં તે ૨૧ રનથી ચૂકી ગયો. ટેસ્ટ-સિરીઝમાં કૅપ્ટન તરીકે હાઇએસ્ટ ૯૭૪ રન કરવાના ઑસ્ટ્રેલિયાના સર ડૉન બ્રૅડમૅનનો રેકૉર્ડ અકબંધ રહ્યો. બ્રૅડમૅને વર્ષ ૧૯૩૦માં ઇંગ્લૅન્ડ સામે બનાવેલા આ રેકૉર્ડથી શુભમન ૨૨૦ રન પાછળ રહ્યો હતો.


