આપણા પ્લેયર્સ લિમિટેડ ઓવર્સ ક્રિકેટના મૂડમાં રહે છે, શૉટ મારીને પોતાને બૉસ સાબિત કરવાનો પ્રયાસ કરે છે
સુનીલ ગાવસકર
કલકત્તા ટેસ્ટ-મૅચમાં સાઉથ આફ્રિકા સામે મળેલી ૩૦ રનની હાર માટે સુનીલ ગાવસકરે ભારતીય પ્લેયર્સની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘આપણા ઘણા ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટ રમતા નથી. જો તમે ડોમેસ્ટિક ક્રિકેટ રમશો તો તમને આના કરતાં વધારે ટર્ન લેતી પિચ પર રમવાની તક મળશે. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ટીમ પૉઇન્ટ મેળવવાનો પ્રયાસ કરે છે જેથી તેઓ રણજી ટ્રોફીના નૉકઆઉટ માટે ક્વૉલિફાય થઈ શકે.’
ગાવસકર વધુમાં કહે છે, ‘આપણા પ્લેયર્સ લિમિટેડ ઓવર્સના ક્રિકેટના મોડ અને મૂડમાં રહે છે. તેઓ દરેક બૉલમાં શૉટ મારીને બોલર સામે બૉસ બનવાનો પ્રયાસ કરે છે. આપણા વર્તમાન ખેલાડીઓમાંથી કેટલા ખરેખર રણજી ટ્રોફી રમવા માટે મેદાનમાં ઊતરવા માગશે? વર્કલોડ શબ્દનો ઉપયોગ કરીને તેઓ રમવાનું ટાળે છે. તેઓ ફક્ત ત્યારે જ રણજીમાં રમવા માગે છે જ્યારે તેઓ ફૉર્મમાં ન હોય, નહીંતર તેઓ રમવા નથી માગતા. મૅનેજમેન્ટે રણજી ટ્રોફી મૅચોમાં સક્રિય રીતે ભાગ લેતા ખેલાડીઓની પસંદગી કરવાનું વિચારવું જોઈએ.’


