પ્લેયર્સની સુરક્ષા માટે એલીટ કમાન્ડો તહેનાત કરાશે, આગામી મહિને શરૂ થનારા T20 વર્લ્ડ કપ માટે શ્રીલંકાએ સુરક્ષાવ્યવસ્થા ચુસ્ત કરી છે. શ્રીલંકન સરકારે સ્પષ્ટ કર્યું કે ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ભારત અને પાકિસ્તાન સહિતની ટીમોને VVIP સુરક્ષા અપાશે.
ભારત-પાકિસ્તાન મૅચ માટે શ્રીલંકામાં હેડ ઑફ સ્ટેટ જેવી સુરક્ષા મળશે
આગામી મહિને શરૂ થનારા T20 વર્લ્ડ કપ માટે શ્રીલંકાએ સુરક્ષાવ્યવસ્થા ચુસ્ત કરી છે. શ્રીલંકન સરકારે સ્પષ્ટ કર્યું કે ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ભારત અને પાકિસ્તાન
સહિતની ટીમોને VVIP સુરક્ષા અપાશે. આ ટુર્નામેન્ટ દરમ્યાન અન્ય દેશોના રાષ્ટ્રપ્રમુખની વિઝિટમાં આપવામાં આવતી હેડ ઑફ સ્ટેટ જેવી સુરક્ષા અપાશે અને એના માટે એલીટ કમાન્ડો યુનિટ્સને તહેનાત કરાશે.
શ્રીલંકાના સ્પોર્ટ્સ મિનિસ્ટર સુનીલ કુમારે કહ્યું હતું કે ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી ભારત અને પાકિસ્તાનની હાઈ-વૉલ્ટેજ મૅચને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકીય તનાવને લીધે પાકિસ્તાને ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હોવાથી એના મુકાબલા શ્રીલંકામાં રાખવામાં આવ્યા છે.
મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ-સ્ટેજ રાઉન્ડ માટે પાકિસ્તાન-બંગલાદેશના બે-બે અમ્પાયર સિલેક્ટ થયા
ADVERTISEMENT
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ગઈ કાલે T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ-સ્ટેજ રાઉન્ડ માટે ૬ મૅચ-રેફરી અને ૨૪ અમ્પાયર્સનાં નામ જાહેર કર્યાં હતાં. આ લિસ્ટમાં મૅચ-રેફરી તરીકે જાવાગલ શ્રીનાથ સહિત અમ્પાયર્સ કે.એન.એ. પદ્મનાભન, જયરામન મદનગોપાલ અને નીતિન મેનનનું નામ સામેલ છે. ગ્રુપ-સ્ટેજ રાઉન્ડ બાદના મૅચ ઑફિશ્યલ્સની જાહેરાત પછીથી થશે.
ભારત અને શ્રીલંકામાં આયોજિત વર્લ્ડ કપની આ મૅચો માટે પાકિસ્તાન-બંગલાદેશના બે-બે મૅચ-ઑફિશ્યલ્સને સ્થાન મળ્યું છે. પાકિસ્તાનના આસિફ યાકુબ અને અહેસાન રઝા તથા બંગલાદેશના શરફુદ્દૌલા શાહિદ અને ગાઝી સોહેલ વર્લ્ડ કપ ગ્રુપ-સ્ટેજ મૅચનું સંચાલન કરશે. ભારત અને પાકિસ્તાનની મૅચમાં શ્રીલંકાના કુમાર ધર્મસેના, ઇંગ્લૅન્ડના રિચર્ડ ઇલિંગવર્થ ઑન-ફીલ્ડ અમ્પાયર હશે. ન્યુ ઝીલેન્ડનો ક્રિસ ગેફેની આ મૅચ માટે ટીવી-અમ્પાયર હશે. વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ક્રિકેટર રિચી રિચર્ડસનને મૅચ-રેફરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.


