૧૩ ઇન્ટરનૅશનલ મૅચ રમનાર આ ફાસ્ટ બોલર IPLમાં ૯ મૅચ રમ્યો છે. તેણે IPL 2024માં ગુજરાત ટાઇટન્સ માટે પાંચ મૅચમાં ૪ વિકેટ અને IPL 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ માટે ૪ મૅચમાં ૧ વિકેટ લીધી હતી.
એક અઠવાડિયા પહેલાં PSL છોડનાર સ્પેન્સર જૉનસન IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે ૧.૫ કરોડમાં રમશે
૩૦ વર્ષનો ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સ્પેન્સર જૉનસન પણ પાકિસ્તાન સુપર લીગ (PSL) છોડીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આવી ગયો છે. સ્પેન્સર જૉનસનને ક્વેટા ગ્લેડિયેટર્સે PSL 2026 માટે ૫.૬ કરોડ પાકિસ્તાની રૂપિયા એટલે કે લગભગ ૧.૮૭ કરોડ ભારતીય રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે એક અઠવાડિયા પહેલાં તેણે વ્યક્તિગત કારણસર આ લીગમાંથી નામ પાછું ખેંચી લીધું હતું.
ગઈ કાલે કન્ફર્મ થયું હતું કે ઇન્જર્ડ નૅથન એલિસને બદલે સ્પેન્સર જૉનસનને ચેન્નઈ સુપર કિંગ્સમાં સામેલ કરવામાં આવ્યો છે. નૅથન એલિસને બે કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો જ્યારે સ્પેન્સર જૉનસન ૧.૫ કરોડ રૂપિયામાં ટીમમાં જોડાયો છે. ૧૩ ઇન્ટરનૅશનલ મૅચ રમનાર આ ફાસ્ટ બોલર IPLમાં ૯ મૅચ રમ્યો છે. તેણે IPL 2024માં ગુજરાત ટાઇટન્સ માટે પાંચ મૅચમાં ૪ વિકેટ અને IPL 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ માટે ૪ મૅચમાં ૧ વિકેટ લીધી હતી.
