સામસામે સાઉથ આફ્રિકા ૧૩ અને ઇંગ્લૅન્ડ ૧૨ મૅચ જીત્યું છે
સાઉથ આફ્રિકાનો કૅપ્ટન એઇડન માર્કરમ અને ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી બ્રૂક.
ટેમ્બા બવુમાના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડમાં ૨-૧થી વન-ડે સિરીઝ જીતનાર સાઉથ આફ્રિકા આજથી કૅપ્ટન એઇડન માર્કરમ સાથે યજમાન ટીમને T20 સિરીઝમાં પડકાર આપશે. બન્ને ટીમ વચ્ચે ૨૬ T20 મૅચ રમાઈ છે. એમાં સાઉથ આફ્રિકા ૧૩ અને ઇંગ્લૅન્ડ ૧૨ મૅચ જીત્યું છે, જ્યારે એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. બન્ને ટીમ વચ્ચે છેલ્લે જૂન ૨૦૨૪માં T20 વર્લ્ડ કપની સુપર-એઇટ રાઉન્ડમાં ટક્કર થઈ હતી.
બન્ને ટીમ વચ્ચે વર્ષ ૨૦૦૯થી સાત દ્વિપક્ષીય T20 સિરીઝ રમાઈ છે જેમાંથી ઇંગ્લૅન્ડ ત્રણ અને સાઉથ આફ્રિકા બે સિરીઝ જીત્યું છે, જ્યારે શરૂઆતની બે સિરીઝ ડ્રૉ રહી હતી. છેલ્લે જુલાઈ ૨૦૨૨માં બન્ને ટીમે દ્વિપક્ષીય T20 સિરીઝમાં એકબીજાને પડકાર આપ્યો હતો જેમાં સાઉથ આફ્રિકા ૨-૧થી જીત્યું હતું. હૅરી બ્રૂકની ટીમ સામે સાઉથ આફ્રિકાની ટીમ સિરીઝ જીતવાનો રેકૉર્ડ બરાબર કરવા ઊતરશે.


