તેમણે બ્રિટનસ્થિત સાઉથ આફ્રિકન દૂતાવાસના અધિકારીઓ સાથે જીતની ઉજવણી કરી હતી. ICC દ્વારા તેમની ઉજવણીના કેટલાક ફોટો અને વિડિયો સતત શૅર કરવામાં આવી રહ્યા છે.
સાઉથ આફ્રિકન ટીમ
૧૪ જૂને ઑસ્ટ્રેલિયન ટીમને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) જીતનાર સાઉથ આફ્રિકન ટીમની ઉજવણી હજી સુધી ચાલુ છે. હાલમાં જ તેમણે બ્રિટનસ્થિત સાઉથ આફ્રિકન દૂતાવાસના અધિકારીઓ સાથે જીતની ઉજવણી કરી હતી. ICC દ્વારા તેમની ઉજવણીના કેટલાક ફોટો અને વિડિયો સતત શૅર કરવામાં આવી રહ્યા છે.
૨૧મી સદીમાં પહેલી વાર ICC ટાઇટલ જીતનાર આ ટીમના પ્લેયર્સે લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક ફોટોશૂટ દરમ્યાન જબરદસ્ત સ્વૅગ બતાવ્યો હતો. બ્લૅક લૉગલ્સ, ગ્રીન જૅકેટ, ચૅમ્પિયન ટીમના મેડલ અને ICC ટેસ્ટ-મેસ સાથે દરેક પ્લેયર અનોખી સ્ટાઇલમાં કૅમેરા સામે પોઝ આપતો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
WTCની ચૅમ્પિયન સાઉથ આફ્રિકા આૅલમોસ્ટ ૧૮ મહિના બાદ ઘરઆંગણે ટેસ્ટ-સિરીઝ રમશે
આગામી WTC સીઝનમાં દરેક ટીમની જેમ સાઉથ આફ્રિકા ૩ સિરીઝ વિદેશમાં અને ૩ સિરીઝ ઘરઆંગણે રમશે. જોકે આગામી સીઝનની ઘરઆંગણેની પહેલી ટેસ્ટ-સિરીઝ આ ચૅમ્પિયન ટીમ ઑલમોસ્ટ ૧૮ મહિના બાદ રમશે. આ ટીમ ઑક્ટોબર ૨૦૨૫માં પાકિસ્તાન સામે, નવેમ્બર ૨૦૨૫માં ભારત સામે અને જુલાઈ ૨૦૨૬માં શ્રીલંકા સામે બે-બે મૅચની ટેસ્ટ-સિરીઝ રમવા જશે.
ઘરઆંગણે તેઓ સપ્ટેમ્બર-ઑક્ટોબર ૨૦૨૬માં ઑસ્ટ્રેલિયા સામે ત્રણ મૅચ, ડિસેમ્બર ૨૦૨૬માં ઇંગ્લૅન્ડ સામે ત્રણ મૅચ અને માર્ચ ૨૦૨૭માં બંગલાદેશ સામે બે મૅચની ટેસ્ટ-સિરીઝ રમશે.


