ભારતની સ્ટાર મહિલા ક્રિકેટર સ્મૃતિ માન્ધના આ મહિને નવેમ્બરમાં લગ્ન કરશે એવા અહેવાલ મળી રહ્યા છે. તે સંગીતકાર અને દિગ્દર્શક પલાશ મુચ્છલ સાથે લગ્નના બંધનમાં બંધાશે. તે બન્ને ૨૦૧૯થી ડેટિંગ કરી રહ્યાં છે.
સ્મૃતિ માન્ધના અને પલાશ મુચ્છલ
ભારતની સ્ટાર મહિલા ક્રિકેટર સ્મૃતિ માન્ધના આ મહિને નવેમ્બરમાં લગ્ન કરશે એવા અહેવાલ મળી રહ્યા છે. તે સંગીતકાર અને દિગ્દર્શક પલાશ મુચ્છલ સાથે લગ્નના બંધનમાં બંધાશે. તે બન્ને ૨૦૧૯થી ડેટિંગ કરી રહ્યાં છે. અહેવાલ અનુસાર આ કપલનાં લગ્ન ૨૦ નવેમ્બરે મહારાષ્ટ્રના સાંગલીમાં નક્કી થયાં છે જે સ્મૃતિનું વતન પણ છે.
પલાશ મુચ્છલે હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે સ્મૃતિ જલદી જ ઇન્દોરની વહુ બનશે. પલાશ નવી મુંબઈમાં વર્લ્ડ કપની સેમી ફાઇનલ મૅચની જેમ ભારતીય વિમેન્સ ટીમની ઑલમોસ્ટ દરેક મૅચમાં સ્મૃતિનો ઉત્સાહ વધારવા સ્ટેડિયમમાં હાજર રહે છે.


