નેધરલૅન્ડ્સ સામે પહેલવહેલી વખત T20 મૅચ રમતી વખત ભારતે પોતાની વર્લ્ડ કપની ૯૫ રનની સૌથી મોટી જીત નોંધાવી હતી
સ્મૃતિ માન્ધના
વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ભારતે પોતાની ફાસ્ટેસ્ટ ૫.૧ ઓવરની ટીમ-ફિફ્ટી અને ૧૦.૫ ઓવરની ટીમ-સેન્ચુરી પૂરી કરીને પહેલી વખત ૨૦૦ રનનો આંકડો પાર કર્યો હતો. નેધરલૅન્ડ્સ સામે પહેલવહેલી વખત T20 મૅચ રમતી વખત ભારતે પોતાની વર્લ્ડ કપની ૯૫ રનની સૌથી મોટી જીત નોંધાવી હતી. આ મૅચમાં સ્મૃતિ માન્ધના ૭૪ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બની હતી.
આ મૅચમાં ઓપનર સ્મૃતિ માન્ધનાએ ૧૧ ફોર ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. મેન્સ અને વિમેન્સ T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં તે ૬૦૦ ફોર ફટકારનારી પહેલી બૅટર બની છે. ભારત માટે રમેલી ૧૬૮ T20 મૅચમાં હવે તેના નામે ૬૦૪ ફોર છે.
સ્મૃતિ માન્ધના બાદ T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૬૦૦ ફોર ફટકારવાની રેસમાં બીજા ક્રમે ન્યુ ઝીલૅન્ડની સુઝી બેટ્સ (૫૨૧ ફોર), ત્રીજા ક્રમે શ્રીલંકાની ચમારી અટાપટ્ટુ (૪૯૨ ફોર) અને ચોથા ક્રમે પાકિસ્તાનનો બૅટર બાબર આઝમ (૪૭૭ ફોર) છે.
ADVERTISEMENT
6
વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ભારત માટે આટલી વખત ૫૦ પ્લસ રન કરવાનો રેકૉર્ડ કર્યો સ્મૃતિ માન્ધનાએ.
