Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત અને સાઉથ આફ્રિકાની વિમેન્સ ટીમો વચ્ચે આજથી પાંચ T20 મૅચની સિરીઝ શરૂ

ભારત અને સાઉથ આફ્રિકાની વિમેન્સ ટીમો વચ્ચે આજથી પાંચ T20 મૅચની સિરીઝ શરૂ

Published : 17 April, 2026 03:19 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

T20 વર્લ્ડ કપ 2026ની તૈયારી માટે બન્ને ટીમ પાસે સારી તક

T20 સિરીઝની ટ્રોફી સાથે સાઉથ આફ્રિકન કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટ અને ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર.

T20 સિરીઝની ટ્રોફી સાથે સાઉથ આફ્રિકન કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટ અને ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર.


ભારતીય મહિલા ટીમ આજથી સાઉથ આફ્રિકામાં પાંચ T20 મૅચની સિરીઝ રમશે. પહેલી બે મૅચ ડરબન, બીજી મૅચ જોહનિસબર્ગમાં અને અંતિમ મૅચ બેનોનીમાં રમાશે. ભારતીય સમય અનુસાર બીજી અને અંતિમ મૅચ સાંજે ૫.૩૦  વાગ્ચે શરૂ થશે, જ્યારે બાકીની ત્રણેય મૅચ રાતે ૯.૩૦ વાગ્યાથી રમાશે. ફેબ્રુઆરી ૨૦૧૮માં પહેલી અને અંતિમ વખત ટીમ ઇન્ડિયાએ યજમાન ટીમ સામે T20 સિરીઝ રમી હતી. જૂન-જુલાઈમાં રમાનારા T20 વર્લ્ડ કપ 2026ની તૈયારી માટે બન્ને ટીમ પાસે સારી તક રહેશે. સાઉથ આફ્રિકા છેલ્લા T20 વર્લ્ડ કપની રનરઅપ ટીમ હતી. ટીમ ઇન્ડિયા એ સમયે 
ગ્રુપ-સ્ટેજથી આગળ વધી શકી નહોતી. આ સિરીઝ બાદ હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની ઇંગ્લૅન્ડ સામે પણ T20 સિરીઝ રમવા જશે.

ભારત ૧૦ મૅચ જીત્યું છે, સાઉથ આફ્રિકા ૬



ભારત અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમો વચ્ચે વર્ષ ૨૦૧૪થી ૨૦૨૪ વચ્ચે ૧૯ T20 મૅચ રમાઈ હતી. ભારત ૧૦ મૅચમાં અને સાઉથ આફ્રિકા ૬ મૅચમાં વિજેતા રહ્યું છે. અન્ય ત્રણ મૅચ નો-રિઝલ્ટ રહી હતી. બન્ને ટીમ વચ્ચે આ ફૉર્મેટમાં ચાર સિરીઝ રમાઈ છે. એમાંથી ભારત શરૂઆતની બન્ને સિરીઝ જીત્યું હતું. વર્ષ ૨૦૨૧માં સાઉથ આફ્રિકા એકમાત્ર સિરીઝ જીત્યું હતું. બન્ને વચ્ચેની અંતિમ સિરીઝ ડ્રૉ રહી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2026 03:19 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK