Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઐયરે કૅપ્ટન તરીકે પહેલી ૮ મૅચમાં ટૉસ જીતીને ૮૮ વર્ષ જૂના રેકૉર્ડની બરાબરી કરી

ઐયરે કૅપ્ટન તરીકે પહેલી ૮ મૅચમાં ટૉસ જીતીને ૮૮ વર્ષ જૂના રેકૉર્ડની બરાબરી કરી

Published : 25 July, 2026 12:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈકર શ્રેયસ ઐયરને ભલે પોતાની આઠમી મૅચમાં પહેલી જીત મળી પણ તે આ દરેક મૅચમાં ટૉસ જીતી રહ્યો હતો. કૅપ્ટન તરીકે ડેબ્યુ કર્યા બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધુ ૮ ટૉસ જીતવા મામલે તેણે ઇંગ્લૅન્ડના વૉલી હૅમન્ડના ૮૮ વર્ષ જૂના રેકૉર્ડની બરાબરી કરી છે. 

પહેલી મૅચમાં ટૉસ જીતી ગયા બાદ ઝિમ્બાબ્વેના કૅપ્ટન સિંકદર રઝા સાથે હાથ મિલાવી રહેલો  ભારતીય કૅપ્ટન શ્રેયસ ઐયર. તે સતત આઠ ટૉસ જીત્યો છે.

કૅપ્ટન તરીકે ડેબ્યુ કર્યા બાદ સતત ૮ T20 મૅચમાં ટૉસ જીતનાર શ્રેયસ ઐયર પહેલો કૅપ્ટન બન્યો છે. અગાઉ બહામાસ દેશનો ગ્રેગરી ટેલર સતત ૭ ટૉસ જીત્યો હતો. ભારતીય T20 કૅપ્ટન તરીકે સતત સૌથી વધુ ટૉસ જીતવાને મામલે શ્રેયસ ઐયરે મહેન્દ્ર સિંહ ધોનીનો રેકૉર્ડ તોડ્યો હતો. મે ૨૦૧૦થી ફેબ્રુઆરી ૨૦૧૨ દરમ્યાન ભારતના T20 કૅપ્ટન તરીકે ધોનીએ સતત ૭ ટૉસ જીત્યા હતા.

૪૮ કલાકમાં બૅક-ટુ-બૅક  બે T20 મૅચ રમાશે ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે 
ભારતીય ક્રિકેટ ફૅન્સ માટે આ વીકેન્ડ બ્લૉકબાસ્ટર બનશે. ભારતીય ટીમ ૪૮ કલાકમાં બૅક-ટુ-બૅક બે T20 મૅચ રમતી જોવા મળશે. આજે શનિવારે ૨૫ જુલાઈએ અને આવતી કાલે રવિવારે ૨૬ જુલાઈએ ભારતીય સમય અનુસાર સાંજે ૪.૩૦ વાગ્યે સિરીઝની અંતિમ બે મૅચો રમાશે. 

સીમિત દિવસોની વિન્ડો અને વેન્યુની ઉપલબ્ધતાને કારણે આ રીતે બૅક-ટુ-બૅક મૅચો રાખવામાં આવતી હોય છે. આ બન્ને મૅચ પહેલી મૅચની જેમ હરારે ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ રમાશે. બન્ને ટીમ વચ્ચે ચાર T20 સિરીઝ રમાઈ છે એમાંથી ભારત ત્રણ સિરીઝ જીત્યું છે. ૨૦૧૫ની એક સિરીઝ ૧-૧થી ડ્રૉ રહી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

25 July, 2026 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK