Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિવસેનાના વિધાનસભ્ય સચિન અહિરના ઘરમાંથી પાંચ વર્ષમાં ૨.૬૫ કરોડની ચોરી

શિવસેનાના વિધાનસભ્ય સચિન અહિરના ઘરમાંથી પાંચ વર્ષમાં ૨.૬૫ કરોડની ચોરી

Published : 25 July, 2026 07:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૦૦ ગ્રામ સોનાનું બિસ્કિટ, હીરાની બંગડીઓ, હીરાજડિત સોનાનો પટ્ટો, હીરાના પાંચ હાર અને ચાંદીનાં ચશ્માં જેવી વસ્તુઓ ગાયબ : એક નોકર પકડાયો

સચિન અહિર

સચિન અહિર


શિવસેનાના વિધાનસભ્ય સચિન અહિરના વરલીસ્થિત ઘરમાંથી છેલ્લાં પાંચ વર્ષમાં ૨.૬૫ કરોડ રૂપિયાની કીમતી વસ્તુઓની ચોરી થઈ છે એમ તેમના પુત્ર ક્રિષ્નાએ પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે. ચોરાયેલી વસ્તુઓમાં ૧૦૦ ગ્રામ સોનાનું બિસ્કિટ, હીરાજડિત સોનાની બંગડીઓ, હીરાજડિત સોનાનો પટ્ટો, હીરાના પાંચ હાર, હીરાની વીંટીઓ, ચાંદીનાં ચશ્માં, ચાંદીનાં વાસણો અને કેટલીક રોકડ રકમનો સમાવેશ થાય છે.
પોલીસતપાસ બાદ સચિન અહિરના ઘરમાં બે દાયકાથી કામ કરતા પ્રવીણ સોલંકી નામના નોકરની ધરપકડ કરવામાં આવી છે. તેણે વેચી દીધેલા અમુક દાગીના પોલીસે મુંબઈના એક ઝવેરીની પાસેથી જપ્ત કર્યા હતા. આ કેસમાં કુલ ૩૨૫ ગ્રામ સોનું પાછું મેળવી શકાયું છે.

પાંચ વર્ષમાં ધીમે પગલે થઈ ચોરી
ક્રિષ્નાએ દાવો કર્યો હતો કે ૨૦૨૫ની ૧૩ ઑક્ટોબરે શૉર્ટ સર્કિટને કારણે ઘરમાં આગ લાગ્યા બાદ પરિવાર શરૂઆતમાં માનતો હતો કે ઘરના ખર્ચ માટે ઉપાડવામાં આવેલી રોકડ આગમાં નાશ પામી છે. એ માટે CCTV કૅમેરાનાં ફુટેજની સમીક્ષા કરતાં તેમને જાણવા મળ્યું કે રેકૉર્ડિંગના કેટલાક ભાગ ગાયબ હતા. એનાથી શંકા થઈ એટલે તપાસ કરતાં જણાયું કે તેમના ઘરના ૪ નોકરોએ છેલ્લાં પાંચ વર્ષમાં વ્યવસ્થિત રીતે રોકડ, સોનાના દાગીના અને અન્ય કીમતી વસ્તુઓની ચોરી કરી હોવાનો ક્રિષ્નાએ દાવો કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2026 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK