વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા વચ્ચે ગઈ કાલે જમૈકામાં ત્રણ T20 મૅચની સિરીઝની શરૂઆત થઈ હતી. શ્રીલંકા સામે સરળ જીત નોંધાવીને યજમાન વેસ્ટ ઇન્ડીઝે સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે. શ્રીલંકાએ ૯ વિકેટ ગુમાવીને માંડ-માંડ ૧૪૭ રન મર્યા હતા.
વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન શાઇ હોપે ૫૪ બૉલમાં ૬૫ રન કર્યા હતા.
વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા વચ્ચે ગઈ કાલે જમૈકામાં ત્રણ T20 મૅચની સિરીઝની શરૂઆત થઈ હતી. શ્રીલંકા સામે સરળ જીત નોંધાવીને યજમાન વેસ્ટ ઇન્ડીઝે સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે. શ્રીલંકાએ ૯ વિકેટ ગુમાવીને માંડ-માંડ ૧૪૭ રન મર્યા હતા. વેસ્ટ ઇન્ડીઝે ૧૯.૨ ઓવરમાં ૩ વિકેટે ૧૪૯ રન કરીને વિજય મેળવ્યો હતો.
શ્રીલંકાના ઑલરાઉન્ડર કમિન્દુ મેન્ડિસે ૩૯ બૉલમાં ૪ ફોર અને બે સિક્સની મદદથી ૫૧ રન કર્યા હતા. કૅપ્ટન કુસલ મેન્ડિસે ૨૩ બૉલમાં ૩૬ રન અને દાસુન શનાકાએ ૨૩ બૉલમાં ૩૩ રનનું યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર જેસન હોલ્ડરે ૧૮ રન અને શમર જોસેફે ૨૯ રન આપીને ૩-૩ વિકેટ લીધી હતી.
વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન અને ઓપનર શાઇ હોપે ૫૪ બૉલમાં પાંચ ફોર અને બે સિક્સ ઝૂડીને અણનમ ૬૫ રન કર્યા હતા. શ્રીલંકાના બોલિંગ-યુનિટમાંથી સ્પિનર વાનિન્દુ હસરંગાને બે વિકેટ અને ફાસ્ટ બોલર ઈશાન મલિંગાને એક વિકેટ મળી હતી.
