Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઍરપોર્ટ પર પાર્કિંગના દંડથી બચવા કૅબ-ડ્રાઇવરે ગાડી ભગાવીને બાઉન્સરને અડફેટે લીધો

ઍરપોર્ટ પર પાર્કિંગના દંડથી બચવા કૅબ-ડ્રાઇવરે ગાડી ભગાવીને બાઉન્સરને અડફેટે લીધો

Published : 13 June, 2026 11:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગાડી નીચે ઢસડાતા બાઉન્સરને ગંભીર ઈજા, અન્ય એક સિક્યૉરિટી ગાર્ડ પણ ઘવાયો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મુંબઈ ઍરપોર્ટ પર ફરજ બજાવતા ૩૫ વર્ષના બાઉન્સર ગણેશ પવાર સાથે એક વિચિત્ર બનાવ બન્યો હતો. ૭ જૂને એક ઍપ-બેઝ્ડ કૅબને રોકવાનો તેણે પ્રયાસ કર્યો હતો, પણ કૅબ-ડ્રાઇવરે તેને ન ગણકારતાં કૅબ ભગાવી મૂકી હતી જેમાં બાઉન્સર કૅબની અડફેટે આવીને કારની નીચે ફસાઈ ગયો હતો અને કૅબ સાથે ઢસડાયો હતો.

સહાર પોલીસે જણાવ્યું હતું કે ‘બાઉન્સરને ગંભીર ઈજા થઈ છે અને અત્યારે તે ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં ઍડ્‍મિટ છે. આ ઘટનાના સાક્ષી રહેલા સિક્યૉરિટી ઇન્ચાર્જને પણ કૅબને રોકવા અને ગણેશ પવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે માથામાં ઈજા થઈ હતી. ઘટના પછી તરત જ કૅબ-ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી.



સહાર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ડ્રાઇવર ડિપાર્ચર ગેટ-નંબર ૭ની બહાર પાર્કિંગ કરવા બદલ દંડથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને ઍરપોર્ટના નિયમ વિરુદ્ધ એક પ્રવાસીને લઈ જઈ રહ્યો હતો. ટીમે ઍરપોર્ટ પરના CCTV કૅમેરાનાં ફુટેજમાંથી વ્હીકલનો નંબર  મેળવ્યા બાદ તરત જ કૅબ-ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી અને તેની કૅબ પણ જપ્ત કરવામાં આવી હતી.’ 


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2026 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK