FDAએ ચારકોપના એક યુનિટમાં રેઇડ પાડીને કર્યો પર્ફાફાશ
રબડી કુલ્ફીના નામે વેચાતા ફ્રોઝન ડિઝર્ટનો મોટો જથ્થો FDAએ જપ્ત કર્યો છે
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના તાજેતરમાં જ નિમાયેલા કમિશનર તુકારામ મુંઢેએ આવ્યા બાદ સપાટો બોલાવ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી એવી ફૂડ-આઇટમો બનાવનાર અને વેચનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈ કાલે કાંદિવલીના ચારકોપમાં કેસી એન્જિનિયરિંગ કૉર્પોરેશનના યુનિટમાં તૈયાર કરાઈ રહેલી રબડી કુલ્ફી વિશે માહિતી મળતાં FDAના અધિકારીઓએ એના પર રેઇડ પાડીને એ કહેવાતી રબડી કુલ્ફીનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. એ યુનિટમાં પામ તેલ અને સ્ટાર્ચની મદદથી બનાવવામાં આવતા ફ્રૉઝન ડિઝર્ટને રબડી કુલ્ફી તરીકે વેચવામાં આવતું હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. એના પર લગાડવામાં આવેલા લેબલ અને એની જાહેરાતમાં દર્શાવવામાં આવતાં ઇન્ગ્રીડિઅન્ટ્સ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો. જપ્ત કરાયેલા માલનાં સૅમ્પલ લૅબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યાં છે અને સંબંધિતો પર કાયદાકીય કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.
