સ્કૉટલૅન્ડના ૧૬૨ રનના ટાર્ગેટ સામે આયરલૅન્ડ ૧૯.૧ ઓવરમાં ૧૨૧ રને ઑલઆઉટ થયું
જ્યોર્જિયા વેરહમ ૧૩ રન આપીને ૩ વિકેટ લેવા બદલ પ્લેયર ઑફ ધ મૅચ બની.
ADVERTISEMENT
વિમેન્સ T20 વર્લ્ડ કપમાં પહેલવહેલી જીત નોંધાવી સ્કૉટલૅન્ડે
સ્કૉટલૅન્ડના ૧૬૨ રનના ટાર્ગેટ સામે આયરલૅન્ડ ૧૯.૧ ઓવરમાં ૧૨૧ રને ઑલઆઉટ થયું
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ના બીજા દિવસે પહેલી મૅચ મૅન્ચેસ્ટરમાં સ્કૉટલૅન્ડ અને આયરલૅન્ડ વચ્ચે રમાઈ હતી. સ્કૉટલૅન્ડે પાંચ વિકેટ ગુમાવીને ૧૬૧ રન કર્યા હતા. જવાબમાં આયરલૅન્ડ ૧૯.૧ ઓવરમાં ૧૨૧ રને ઢેર થઈને ૪૦ રને હાર્યું હતું.
૨૦૧૪થી છેલ્લા વર્લ્ડ કપ સુધી આયરલૅન્ડ પોતાની તમામ ૧૭ મૅચ હાર્યું છે અને સિલસિલો હજી યથાવત્ છે. ૨૦૨૪માં પહેલા વર્લ્ડ કપમાં ચારેય મૅચ હારનાર સ્કૉટલૅન્ડે પોતાની પહેલી જીત ગઈ કાલે નોંધાવી હતી. સ્કૉટલૅન્ડની કૅપ્ટન કૅથરિન બ્રાયસ પ્લેયર ઑફ ધ મૅચ બની.
એક દિવસમાં મળી બે દેશો માટે વર્લ્ડ કપ રમનાર પહેલી બે ખેલાડી
ગઈ કાલે બપોરે શરૂ થયેલી મૅચમાં ૨૮ વર્ષની સ્પિનર કર્સ્ટી ગૉર્ડને ઇતિહાસ રચ્યો હતો. સ્કૉટલૅન્ડ તરફથી આયરલૅન્ડ સામે રમવા ઊતરનાર કર્સ્ટી ગૉર્ડન બે દેશો માટે T20 વર્લ્ડ કપ રમનાર પહેલી ખેલાડી બની હતી. તેણે આ મૅચમાં ૧૬ રન આપીને ૩ વિકેટ પણ લીધી હતી. અગાઉ તેણે ૨૦૧૮માં ઇંગ્લૅન્ડ માટે પાંચ વર્લ્ડ કપ મૅચ રમી હતી અને ૮ વિકેટ લીધી હતી. સાંજની મૅચમાં ૩૦ વર્ષની ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર કિમ ગાર્થ ઑસ્ટ્રેલિયા માટે સાઉથ આફ્રિકા સામે રમવા ઊતરી ત્યારે તે આવું કરનાર બીજી પ્લેયર બની. અગાઉ તે ૨૦૧૬ અને ૨૦૧૮માં આયરલૅન્ડ માટે રમી હતી.
