Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સલમાન અલી આગાની મૂર્ખામીથી પાકિસ્તાન ક્રિકેટ બની મજાક

સલમાન અલી આગાની મૂર્ખામીથી પાકિસ્તાન ક્રિકેટ બની મજાક

Published : 14 March, 2026 05:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે ઢાકામાં બંગલાદેશ સામેની બીજી વન-ડે મૅચમાં સલમાન અલી આગા એવી રીતે રનઆઉટ થયો કે આખા ક્રિકેટજગતમાં તેની અને પાકિસ્તાન ક્રિકેટ વિશે મજાક થઈ.

સલમાન અલી આગાની મૂર્ખામીથી પાકિસ્તાન ક્રિકેટ બની મજાક

સલમાન અલી આગાની મૂર્ખામીથી પાકિસ્તાન ક્રિકેટ બની મજાક


ગઈ કાલે ઢાકામાં બંગલાદેશ સામેની બીજી વન-ડે મૅચમાં સલમાન અલી આગા એવી રીતે રનઆઉટ થયો કે આખા ક્રિકેટજગતમાં તેની અને પાકિસ્તાન ક્રિકેટ વિશે મજાક થઈ. સ્પિનર અને કૅપ્ટન મેહદી હસન મિરાઝની ૩૯મી ઓવરમાં સલમાન અલી આગા નૉન-સ્ટ્રાઇકર એન્ડ પર પોતાની મૂર્ખામીને લીધે રનઆઉટ થયો હતો.

મોહમ્મદ રિઝવાને ડિફેન્સિવ શૉટ રમ્યો ત્યારે બૉલ ક્રીઝની બહાર રન દોડવા આવેલા સલમાન અલી આગા પાસે આવ્યો ત્યારે મિરાઝ ઝડપથી તેની નજીક પહોંચ્યો. આ સમયે ફરી ક્રીઝમાં પાછા આવવાને બદલે સલમાન અલી આગા બૉલ ઉપાડવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો. જોકે મિરાઝે બૉલ પહેલાં ઉપાડીને થ્રો કરીને સલમાન અલી આગાને રનઆઉટ કર્યો હતો. આ રનઆઉટ બાદ સલમાન અલી આગા પોતાની ભૂલ સ્વીકારવાને બદલે બંગલાદેશી પ્લેયર્સ સાથે રકઝક કરતો જોવા મળ્યો હતો.

૪૪ રન કરનાર મોહમ્મદ રિઝવાન અને ૬૪ રન કરનાર સલમાન અલી આગાએ ચોથી વિકેટ માટે ૧૧૫ બૉલમાં ૧૦૯ રનની ભાગીદારી કરીને પાકિસ્તાનને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. પાકિસ્તાન ૪૭.૩ ઓવરમાં ૨૭૪ રનના સ્કોર પર ઑલઆઉટ થયું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2026 05:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK