દિગ્ગજ બૅટ્સમૅન સચિન તેન્ડુલકર ફરી એક વાર ક્રિકેટના મેદાનમાં જોવા મળશે. આ વર્ષે તે ત્રણ સ્થળોએ યોજાનારી ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગ (IML)ની પહેલી સીઝનમાં ભાગ લેશે
સચિન તેન્ડુલકર
દિગ્ગજ બૅટ્સમૅન સચિન તેન્ડુલકર ફરી એક વાર ક્રિકેટના મેદાનમાં જોવા મળશે. આ વર્ષે તે ત્રણ સ્થળોએ યોજાનારી ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગ (IML)ની પહેલી સીઝનમાં ભાગ લેશે. ફ્રૅન્ચાઇઝી-બેઝ્ડ આ T20 ટુર્નામેન્ટની મૅચો મુંબઈ, લખનઉ અને રાયપુરમાં આયોજિત થશે જેમાં ભારત, ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ, ઇંગ્લૅન્ડ અને શ્રીલંકાના દિગ્ગજ ખેલાડીઓની છ ટીમો હશે. આ T20 ટુર્નામેન્ટ સચિન તેન્ડુલકર અને ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સુનીલ ગાવસકરની યોજનાનો એક ભાગ છે. ગાવસકર આ લીગના કમિશનર પણ હશે.