૭૦ વર્ષના રૉજર બિન્નીનો કાર્યકાળ સમાપ્ત થતાં સચિન તેન્ડુલકર ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)નો પ્રેસિડન્ટ બનશે એવી અટકળોને પાયાવિહોણી ગણાવવામાં આવી છે
સચિન તેન્ડુલકર
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકર તરફથી તેની સ્પોર્ટ્સ મૅનેજમેન્ટ ફર્મે મોટું નિવેદન જાહેર કર્યું છે. ૭૦ વર્ષના રૉજર બિન્નીનો કાર્યકાળ સમાપ્ત થતાં સચિન તેન્ડુલકર ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)નો પ્રેસિડન્ટ બનશે એવી અટકળોને પાયાવિહોણી ગણાવવામાં આવી છે. ૨૮ સપ્ટેમ્બરે બોર્ડની વાર્ષિક સામાન્ય સભામાં આ સંદર્ભે નિર્ણય લેવામાં આવશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ‘સચિનના નામને પ્રમુખપદ માટે વિચારણા અથવા નામાંકિત કરવામાં આવી રહ્યું છે એ સંદર્ભે કેટલાક સમાચાર અને અફવાઓ ફેલાઈ રહી છે. અમે સ્પષ્ટપણે કહેવા માગીએ છીએ કે આવું કાંઈ થયું નથી. અમે તમામ સંબંધિત પક્ષોને પાયાવિહોણી અટકળો પર ધ્યાન ન આપવા માટે વિનંતી કરીએ છીએ.’


