સોશ્યલ મીડિયામાં રોહિતના આ ન્યુ લુક માટે જવાબદાર એક ડાયટ-પ્લાન ભારે વાઇરલ થયો છે
રોહિત શર્મા
રોહિત શર્માની વન-ડેની કૅપ્ટન્સી જતી રહેવાની સાથે-સાથે તેનો વીસેક કિલો વજન ઉતારેલો ન્યુ લુક આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. મંગળવારે રાતે યોજાયેલા સીએટ ક્રિકેટ અવૉર્ડ્સમાં ૩૮ વર્ષના રોહિતનો આ નવો અવતાર છવાઈ ગયો હતો. મંળગવારની ઇવેન્ટના રોહિતના ફોટો જોઈને ચાહકો ફિદા થઈ ગયા હતા અને એ શ્રેયસ ઐયર અને સંજુ સૅમસન કરતાં પણ વધુ ફિટ લાગી રહ્યો હોવાની કમેન્ટ કરી હતી.
સોશ્યલ મીડિયામાં રોહિતના આ ન્યુ લુક માટે જવાબદાર એક ડાયટ-પ્લાન ભારે વાઇરલ થયો છે. જોકે ખરેખર એ તેની ડાયટ છે કે નહીં એનું કોઈ ઑફિશ્યલ કન્ફર્મેશન નહોતું મળ્યું.
ADVERTISEMENT
રોહિતનો કહેવાતો ડાયટ-પ્લાન
સવારે ૭ વાગ્યે : ૬ પલાળેલી બદામ, સ્પ્રાઉટ સલાડ, ફ્રેશ જૂસ
સવારે ૯.૩૦ વાગ્યે (બ્રેકફાસ્ટ): ઓટમિલ સાથે ફ્રૂટ્સ, એક ગ્લાસ દૂધ
સવારે ૧૧.૩૦ વાગ્યે : દહીં, ચિલ્લા, નારિયેળ પાણી
બપોરે ૧.૩૦ વાગ્યે (લંચ) : વેજિટેબલ કરી, દાલ, રાઇસ, સલાડ
સાંજે ૪.૩૦ વાગ્યે : ફ્રૂટ સ્મૂધી, ડ્રાયફ્રૂટ્સ
સાંજે ૭.૩૦ વાગ્યે (ડિનર) : પનીર સાથે વેજિટેબલ્સ, પુલાવ, વેજિટેબલ સૂપ
રાત્રે ૯.૩૦ વાગ્યે : એક ગ્લાસ દૂધ, મિક્સ નટ્સ


