આ પહેલાં તેણે સેન્ટર ઑફ એક્સલન્સમાં ફિટનેસ-ટેસ્ટ આપતાં પહેલાં વીસેક કિલો વજન ઉતાર્યું હોવાના અહેવાલ મળ્યા હતા
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ભારતના વન-ડે કૅપ્ટન રોહિત શર્માનો નવો લુક સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને સહાયક કોચ અભિષેક નાયરે હાલમાં રોહિત શર્મા અને ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ધવલ કુલકર્ણી સાથેના કેટલાક ફોટો શૅર કર્યા હતા. એમાંની એક તસવીરમાં અભિષેક નાયરે લખ્યું હતું કે `૧૦,૦૦૦ ગ્રામ વજન ઓછું કર્યા બાદ પણ અમે આગળ વધી રહ્યા છીએ.`
રોહિત શર્માએ ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ પહેલાં પોતાના મિત્ર અને પર્સનલ ટ્રેઇનર અભિષેક નાયરની દેખરેખ હેઠળ વધુ ૧૦ કિલો વજન ઉતાર્યું છે. આ પહેલાં તેણે સેન્ટર ઑફ એક્સલન્સમાં ફિટનેસ-ટેસ્ટ આપતાં પહેલાં વીસેક કિલો વજન ઉતાર્યું હોવાના અહેવાલ મળ્યા હતા. ક્રિકેટ-ફૅન્સ ગોળમટોળ રોહિત શર્માને ફિટ ઍન્ડ ફાઇન જોઈને તેની ભારે પ્રશંસા કરી રહ્યા છે.


