ગયા વર્ષે ભારતની ક્રિકેટ-ટૂર બાદ શાકિબ નૅશનલ ટીમથી બહાર છે અને તેની ઇન્ટરનૅશનલ કરીઅરના ભવિષ્ય વિશે કોઈ સ્પષ્ટતા નથી.
શાકિબ-અલ-હસન અને રોહિત શર્માની લંડનમાં થઈ હતી મુલાકાત
ભારતીય વન-ડે કૅપ્ટન રોહિત શર્મા હાલમાં લૉન્ગ વેકેશન એન્જૉય કરીને મુંબઈ પરત ફર્યો છે, પણ ગઈ કાલે તેની લંડન-ટ્રિપ દરમ્યાનનો એક ફોટો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો હતો. આ ફોટોમાં લંડનના રસ્તાઓ પર તેની સાથે બંગલાદેશનો સ્ટાર ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસન સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો. ગયા વર્ષે ભારતની ક્રિકેટ-ટૂર બાદ શાકિબ નૅશનલ ટીમથી બહાર છે અને તેની ઇન્ટરનૅશનલ કરીઅરના ભવિષ્ય વિશે કોઈ સ્પષ્ટતા નથી.


