Rivaba Jadeja Viral: રવિન્દ્ર જાડેજાના પિતાએ તેમના દીકરા અને વહુ પર ગંભીર આરોપ લગાવ્યા છે. હવે રીવાબા જાડેજાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.
રીવાબા જાડેજાની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
- એક પત્રકારે રીવાબાને તેમના સસરાના આરોપો વિશે પૂછ્યું તો તે ગુસ્સે થઈ ગઈ હતી
- રીવાબાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તમારે આ પ્રશ્ન જાહેરમાં ન પૂછો
Rivaba Jadeja Viral: ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા કેટલાક દિવસોથી ચર્ચામાં આવી રહ્યા છે. એવું કહી શકાય કે રવિન્દ્ર જાડેજાની તેના પિતા સાથે સતત શબ્દોની રકઝક ચાલી રહી છે.
રવિન્દ્ર જાડેજાના પિતાએ લગાવ્યા છે આ આક્ષેપો
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાના પિતાએ તેમના દીકરા અને વહુ પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ મામલે ભાજપના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાની પ્રથમ પ્રતિક્રિયા (Rivaba Jadeja Viral) સામે આવી છે. વાસ્તવમાં જાડેજાના પિતાએ તેની પત્ની રીવાબા પર આરોપ લગાવ્યો અને કહ્યું કે તેણે પોતાને જાડેજા પરિવારથી દૂર કરી લીધી છે.
રીવાબાની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે
View this post on Instagram
અત્યારે રીવાબાનો એક વીડિયો (Rivaba Jadeja Viral) સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક કાર્યક્રમ દરમિયાન જ્યારે એક પત્રકારે રીવાબાને તેમના સસરાના આરોપો વિશે પૂછ્યું તો તે ગુસ્સે થઈ ગઈ હતી.
એટલું જ નહીં તે ખૂબ જ પરેશાન પણ દેખાઈ રહી હતી. જોકે, થોડા ક સમય બાદ રીવાબાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું (Rivaba Jadeja Viral) કે તમારે આ પ્રશ્ન જાહેરમાં પૂછવાને બદલે તમે મને ખાનગીમાં પૂછો. અહીં આવીને મને આ પ્રશ્ન ન પૂછો. તેણે વધુમાં કહ્યું કે જો તમારે તેના વિશે જાણવું હોય તો મારો વ્યક્તિગત સંપર્ક કરો.
જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહે શું આરોપ મૂક્યા હતા? એવું તો શું કહ્યું હતું પુત્ર અને પુત્રવધૂ વિષે?
વાસ્તવમાં જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમની વહુ રીવાબા જાડેજાએ તેમના પુત્રને લગ્ન બાદ પરિવારથી અલગ કરી દીધો છે. તેણે વધુમાં કહ્યું હતું કે `મારી પાસે ગામમાં થોડી જમીન છે. હું મારી પત્નીના રૂ. 20,000ના પેન્શનથી મારા ખર્ચાઓનું સંચાલન કરું છું. હું 2 BHK ફ્લેટમાં એકલો રહું છું
મારી પાસે એક ઘરેલું મદદનીશ છે જે મારા માટે ભોજન બનાવે છે. હું મારી શરતે મારું જીવન જીવી રહ્યો છું.` મારી પાસે જે 2 BHK ફ્લેટ છે, તેમાં રવિન્દ્ર માટે મારી પાસે હજી એક અલગ રૂમ છે"
આવું જીવન જીવી રહ્યા છે જાડેજાના પિતા
Rivaba Jadeja Viral: જાડેજાના પિતાએ તો એવા પણ આક્ષેપ મૂક્યા હતા કે તેઓને રવિન્દ્ર જાડેજા અને તેની પત્ની સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ તેની સાથે વાત પણ કરતા નથી અને પુત્ર તેઓને બોલાવતો પણ નથી. રવિન્દ્રના લગ્નના બે-ત્રણ મહિનામાં જ વિવાદ થયો હતો. તેઓ જામનગરમાં એકલું જીવન જીવી રહ્યા બચે. જ્યારે રવિન્દ્રનો પંચવટીમાં અલગ બંગલો છે. તમને જણાવી દઈએ કે જાડેજાએ પણ સોશિયલ મીડિયા પર આ ઈન્ટરવ્યુ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી અને આ વાતોને ખોટી ગણાવી હતી.

