ભારત સામે ત્રીજી ટેસ્ટ પહેલાં ઇંગ્લૅન્ડનો સ્ટાર સ્પિનર જૅક લીચ ઈજાને કારણે સિરીઝમાંથી આઉટ
ઇંગ્લૅન્ડનો સ્ટાર સ્પિનર જૅક લીચ
ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મૅચ રાજકોટમાં રમાશે, જેની શરૂઆત ૧૫ ફેબ્રુઆરીથી થશે. આ ત્રીજી ટેસ્ટ મૅચ શરૂ થાય એ પહેલાં ઇંગ્લૅન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઇંગ્લૅન્ડના સ્ટાર સ્પિનર જૅક લીચને ઈજા પહોંચતાં ભારત સામેની આખી સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. મહત્ત્વનું છે કે જૅક લીચ હૈદરાબાદમાં રમાયેલી પહેલી ટેસ્ટ દરમ્યાન ઈજાગ્રસ્ત હતો.
હૈદરાબાદમાં ઇંગ્લૅન્ડે જીતેલી મૅચમાં જૅક લીચે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઈજાને કારણે તે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પણ તે રમી શક્યો નહોતો. જૅક લીચની ગેરહાજરીથી ઇંગ્લૅન્ડને મોટું નુકસાન થશે, કારણ કે ભારતીય પિચો પર સ્પિનર્સને ઘણો ફાયદો થાય છે. મહત્ત્વનું છે કે ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડે જૅક લીચના રિપ્લેસમેન્ટ તરીકે કયા ખેલાડીને તક આપશે એની જાહેરાત નથી કરી.

