એ પ્રવાસી ઢોલક વગાડવાની સાથોસાથ ‘રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ’ ભજન ગાઈ રહ્યો છે
Offbeat
વાઇરલ વિડિયોની તસવીર
ઇન્ટરનેટ પર રોજ અનેક પ્રકારના વિડિયો શૅર કરવામાં આવે છે. એ પૈકી અમુક વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થાય છે. સોશ્યલ મીડિયા પર એક વિમાનનો વિડિયો વાઇરલ થયો છે. ઇન્ટરનેટ પર ફ્લાઇટ સંબંધી બહુ ઓછા વિડિયો જોવા મળે છે. અમુક વિડિયોમાં વિમાનના પ્રવાસીઓ દ્વારા મારઝૂડ જોવા મળે છે. હાલમાં આ બધાથી અલગ એક અનોખો વિડિયો સામે આવ્યો છે. વિડિયોમાં જોવા મળે છે કે એક પ્રવાસી વિમાનમાં ઢોલક સાથે સફર કરી રહ્યો છે. એ પ્રવાસી ઢોલક વગાડવાની સાથોસાથ ‘રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ’ ભજન ગાઈ રહ્યો છે અને સાથી-પ્રવાસીઓ તેના સૂરમાં સૂર મિલાવી રહ્યા છે.