ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે હાલમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર રિષભ પંતની ગિફ્ટનો વિડિયો શૅર કર્યો હતો. રિષભ પંતે IPL 2026 પહેલાં બૅટિંગ-સ્કિલ સુધારવા માટે મદદ કરવા બદલ યુવરાજ સિંહને ગૉલ્ફ સ્ટિક ગિફ્ટ તરીકે આપી હતી.
રિષભ પંત પાસેથી ગૉલ્ફ સ્ટિક મેળવ્યા બાદ યુવરાજ સિંહે ૭ ચેલાઓને બેશરમ કહ્યા
ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે હાલમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર રિષભ પંતની ગિફ્ટનો વિડિયો શૅર કર્યો હતો. રિષભ પંતે IPL 2026 પહેલાં બૅટિંગ-સ્કિલ સુધારવા માટે મદદ કરવા બદલ યુવરાજ સિંહને ગૉલ્ફ સ્ટિક ગિફ્ટ તરીકે આપી હતી.
રિષભ પંતની ગૉલ્ફ સ્ટિક સાથેનો વિડિયો શૅર કરીને યુવરાજ સિંહે પોતાના ૭ શિષ્યોને બેશરમ કહ્યા હતા, કારણ કે એમાંથી કોઈએ આવી ગિફ્ટ યુવીને આપી નહોતી.
યુવરાજ સિંહે આ વિડિયોમાં અભિષેક શર્મા, શુભમન ગિલ, પ્રભસિમરન સિંહ, નેહલ વઢેરા, અબ્દુલ સમદ, નમન ધીર અને પ્રિયાંશ આર્યનું નામ લીધું હતું. આ તમામ IPL સ્ટાર્સ યુવરાજ સિંહની મેન્ટરશિપમાં ક્રિકેટ શીખી ચૂક્યા છે.