૨૭ વર્ષનાે રિન્કુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ૫૦ મૅચમાં ૫૪.૬૮ની ઍવરેજથી સાત સદીના આધારે ૩૩૩૬ રન ફટકારી ચૂક્યો છે.
રિન્કુ સિંહ
ઉત્તર પ્રદેશના ધુરંધર ક્રિકેટર રિન્કુ સિંહે તેને મળેલા T20 સ્પેશ્યલિસ્ટના ટૅગ વિશે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે ‘હું જાણું છું કે હું સિક્સર ફટકારું છું ત્યારે એ ફૅન્સને ખૂબ ગમે છે અને હું એના માટે ખરેખર આભારી છું, પરંતુ મારી રણજી ટ્રોફી બૅટિંગ-ઍવરેજ પણ ખૂબ સારી છે, ત્યાં મારી ઍવરેજ પંચાવન છે.’
૨૭ વર્ષનાે રિન્કુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ૫૦ મૅચમાં ૫૪.૬૮ની ઍવરેજથી સાત સદીના આધારે ૩૩૩૬ રન ફટકારી ચૂક્યો છે.
ADVERTISEMENT
ભારત માટે હજી સુધી ટેસ્ટ-ડેબ્યુ ન કરી શકનાર રિન્કુ સિંહે કહ્યું હતું કે ‘મને રેડ-બૉલ ક્રિકેટ રમવાનું ગમે છે. મેં ભારત માટે બે વન-ડે પણ રમી છે અને એમાંથી એકમાં સારું પ્રદર્શન કર્યું છે. એથી એવું નથી કે હું ફક્ત T20 પ્લેયર છું. મારું માનવું છે કે જો મને તક મળે તો હું દરેક ફૉર્મેટમાં સારું પ્રદર્શન કરી શકું છું. મને એક ફૉર્મેટના પ્લેયર તરીકેનો ટૅગ ગમતો નથી, હું મારી જાતને ઑલ-ફૉર્મેટ પ્લેયર તરીકે જોઉં છું. મારું સ્વપ્ન ભારત માટે ટેસ્ટ-ક્રિકેટ રમવાનું છે અને જો મને તક મળે તો હું એને ઝડપી લેવા માટે તૈયાર રહીશ.’


