ઑસ્ટ્રેલિયાના વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન રિકી પૉન્ટિંગે ઇંગ્લૅન્ડની ટૂર માટે ભારતના નવા ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલને સલાહ-સૂચન આપ્યાં છે. તેમણે કહ્યું હતું કે ‘વાઇટ બૉલ ફૉર્મેટમાં તેનું ફૉર્મ ઉત્તમ છે. તેણે ટેસ્ટ-ક્રિકેટ બૅટિંગમાં થોડું કામ કરવું પડશે.
રિકી પૉન્ટિંગ
ઑસ્ટ્રેલિયાના વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન રિકી પૉન્ટિંગે ઇંગ્લૅન્ડની ટૂર માટે ભારતના નવા ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલને સલાહ-સૂચન આપ્યાં છે. તેમણે કહ્યું હતું કે ‘વાઇટ બૉલ ફૉર્મેટમાં તેનું ફૉર્મ ઉત્તમ છે. તેણે ટેસ્ટ-ક્રિકેટ બૅટિંગમાં થોડું કામ કરવું પડશે. જો તમે નવા કૅપ્ટન છો તો તે સરળ નથી. નવા કૅપ્ટન માટે તેની બૅટિંગ વિશે વિચારવું સરળ નથી.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘એવા ઘણા મહાન ટેસ્ટ-બૅટ્સમેન રહ્યા છે જેમની ડિફેન્સ ટેક્નિક એટલી સારી નહોતી. વીરેન્દર સેહવાગ આનું સારું ઉદાહરણ છે, પરંતુ જો તમારી પાસે તમારા સ્ટ્રોક પર નિયંત્રણ હોય તો ડિફેન્ડ કરવાની ટેક્નિક વિશે વધુ વિચારવાની જરૂર નથી. તમારે રમતનાં માનસિક પાસાં પર કામ કરવું પડશે.’
ઇંગ્લૅન્ડ સામે કેવો રહ્યો છે
શુભમન ગિલનો ટેસ્ટ-રેકૉર્ડ? શુભમન ગિલે વર્ષ ૨૦૨૦થી ૩૨ ટેસ્ટ-મૅચમાં પાંચ સેન્ચુરી અને સાત ફિફ્ટીની મદદથી ૧૮૯૩ રન કર્યા છે. વિદેશી ટીમોમાંથી ઇંગ્લૅન્ડ વિરુદ્ધ તેણે સૌથી વધુ ૧૦ મૅચ રમીને સૌથી વધુ ૫૯૨ રન બે સેન્ચુરી અને ત્રણ ફિફ્ટી સાથે ફટકાર્યા છે, પરતું ઇંગ્લૅન્ડની ધરતી પર તે ટેસ્ટમાં એક પણ ફિફ્ટી-પ્લસ સ્કોર કરી શક્યો નથી. તેણે ૦૩ ટેસ્ટ-મૅચમાં ૮૮ રન ઇંગ્લૅન્ડમાં કર્યા છે.

